Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:ડેટિંગ એપથી સજાતિય યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, ફ્લેટ પર બોલાવી દાગીના પડાવ્યા

    5 days ago

    ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી ખાનગી કંપનીમાં નોકરી કરતા સજાતિય યુવકે વેબસાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી ફોટો અપલોડ કર્યાં હતા. જેથી યુવકની પ્રોફાઈલ જોઈ હનીટ્રેપમાં ફસાવીને નકલી પોલીસ બનીને આવેલી લૂંટારું ટોળકીએ બે વીંટી તેમજ સોનાની ચેઈન પડાવીને ફરાર થઈ જતાં પાણીગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે પાંચ આરોપીઓને શોધી લેવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. પાણીગેટ પોલીસના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીમાં નોકરી કરતા 32 વર્ષીય સજાતિય યુવકે વેબસાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. પ્રોફાઈલમાં તેને પોતાના ફોટો અપલોડ કર્યાં હતાં. સજાતિય યુવકની પ્રોફાઈલ જોઈને આરોપીઓએ તેને ફસાવવા માટે જાળ બિછાવી હતી. જેમાં પ્રથમ યુવકનો સંપર્ક કરીને તેને મળવા માટે એક ફ્લેટમાં બોલાવ્યો હતો. યુવક ફ્લેટ પર પહોચતાં અગાઉથી આયોજન કરાયું હતું તેવી રીતે એક આરોપી તેની સાથે બેઠો હતો. જ્યારે બીજા 4 આરોપીઓ અન્ય રૂમમાં સંતાઈ ગયા હતાં. થોડો સમય વિત્યાં બાદ રૂમમાં સંતાયેલા અન્ય આરોપીઓ બહાર આવ્યાં હતાં અને તમે બંને રૂમમાં શું કરો છો ? તેમ કહીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ પોતાની ઓળખ નકલી પોલીસ તરીકે આપી હતી. યુવકને ડરાવી-ધમકાવીને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. આથી યુવક ડરી ગયો હતો. જેથી ડરી ગયેલા યુવકે આજીજી કરતા આખરે કેસને પતાવટ માટે આરોપીઓ રૂપિયાની માગ કરી હતી. જ્યારે રૂપિયા ન હોવાથી બે વીંટી તેમજ સોનાની ચેઈન પડાવીને આરોપીઓ ભાગી ગયા હતાં. આ ઘટના અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલી કાર કબજે કરવામાં આવી હતી. જ્યારે ફરાર થયેલા પાંચ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. રૂપિયા કઢાવવા એટીએમ સેન્ટર પર લઈ ગયા ગઠિયાઓ યુવક પાસેથી રૂપિયા કઢાવવા માટે એટીએમ સેન્ટર પર લઈ ગયા હતાં. પરંતું બેલેન્સના અભાવે અથવા ટેકનિકલ કારણોસર રૂપિયા નિકળ્યાં ન હતાં. આખરે આરોપીઓ યુવકને ફરી ફ્લેટ પર લાવ્યાં હતાં અને તેની પાસેથી બે સોનાની વીંટી તેમજ સોનાની ચેઈન પડાવીને ભાગી ગયા હતાં.
    Click here to Read More
    Previous Article
    રામ નવમી:ગણેશોત્સવની જેમ રામ જન્મોત્સવ: 10 દિવસ 17 વિસ્તારમાં રામજીની મૂર્તિની સ્થાપના કરાશે
    Next Article
    હિપોને પાંજરામાં દર્શન માટે મુકાયો:કમાટીબાગમાં નર હિપો ‘ભીમ’નું આગમન, માદા હિપો ડિમ્પીને જૂનાગઢ ઝૂમાં મોકલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment