Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SD Pay અને અપના પેય એપથી 635 કરોડની ઠગાઈ:અમરેલી પોલીસે 6 આરોપી પકડ્યા;રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી સાયબર ફ્રોડ આચરતા હતા

    6 hours ago

    અમરેલી પોલીસે ગુજરાતના સૌથી મોટા કરોડો રૂપિયાના ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. SD Pay અને અપના પેય નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણ પર દૈનિક ઊંચા વળતરની લાલચ આપીને આ સાયબર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં ગુજરાતના લાખો રોકાણકારો સાથે 635 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે અને પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે અને તપાસ શરૂ કરાઈ છે. આ સાયબર કૌભાંડના તાર ગુજરાત રાજ્યમાં ચારે તરફ ફેલાયેલા છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સુરત સહિતના મહાનગરોમાં સૌથી વધુ નાના રોકાણકારો આ ઠગાઈનો ભોગ બન્યા છે. આરોપીઓએ SD Pay એપ્લિકેશન બનાવીને પ્લે સ્ટોર પર મૂકી હતી, જેના કારણે 10 લાખથી વધુ ડાઉનલોડ અને યુઝર્સ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરન્સથી લગભગ પોણા બે લાખ લોકોને આ નેટવર્કમાં જોડ્યા હતા. આ કરોડોના કૌભાંડને આચરવા માટે આરોપીઓએ એસ.ડી. હબ, શિવ ધરતી કોમ્યુનિકેશન અને ઉપાય ડીજી જેવી કુલ 7 બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના અલગ અલગ 15 બેંક ખાતાઓમાં 635 કરોડ રૂપિયાથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે. આ સિવાય, NCCAP પોર્ટલ પર પણ આ કંપનીઓના ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી 83 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. SD Pay એપમાં 1,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીના રોકાણ પર દૈનિક 0.15 ટકા, 25,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધી 0.20 ટકા, 1 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધી 0.25 ટકા અને 5 લાખ રૂપિયાથી વધુના રોકાણ પર દૈનિક 0.30 ટકા કેશબેક આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ ઉપરાંત, એપમાં બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ સહિતની સુવિધાઓ સાથે રેફરલ સિસ્ટમ પણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસનો દાવો છે કે તેમાં અલગ-અલગ લેયર મારફતે કેશબેક બોનસ આપવાની લાલચથી વધુ લોકોને જોડવામાં આવતા હતા. આ મામલે ધરપકડ કરાયેલા 6 આરોપીઓમાં આશિષભાઈ છગનભાઈ ગેડીયા (સુરત), ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ (સુરત), નિશિ સત્યનારાયણ પ્રસાદ (મહેસાણા), સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા (મહેસાણા), નિવરકુમાર અરવિંદભાઈ પટેલ (મહેસાણા) અને સૂર્યસિંહ જગતસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મહાનગરોના રહેવાસી છે.
    Click here to Read More
    Previous Article
    નાઘેડી પાસે કાર રેલિંગ સાથે અથડાઈ પલટી:જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અકસ્માત, ચાલકને ઈજા
    Next Article
    મોદીજી સ્માઈલ પ્લીઝ..મોટિવેશનલ મિલ જાયેગા..., PHOTOS:આપકા ઓરા હી અલગ હૈ... વડોદરામાં Gen Z પીએમ મોદી પર ઓળઘોળ, મોબાઈલ મેસેજ લખી પ્રેમ દર્શાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment