Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાઘેડી પાસે કાર રેલિંગ સાથે અથડાઈ પલટી:જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અકસ્માત, ચાલકને ઈજા

    7 hours ago

    જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી નજીક આવેલા લહેર તળાવ પાસે આજે સવારે એક કારનો અકસ્માત થયો હતો. પૂરઝડપે આવી રહેલી કાર કાબૂ ગુમાવી લહેર તળાવ નજીકની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર રેલિંગ સાથે અથડાયા બાદ ઊંધી થઈ ગઈ હતી. અકસ્માતની અસરથી તળાવની રેલિંગને પણ નુકસાન થયું હતું. ઈજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ વ્યક્તિએ પલટી ખાઈને ઊંધી પડેલી કારનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. આ વીડિયો હાલ જામનગરના સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને કારની ઝડપ અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    'સાલુ લાગી વાર પણ આવી મજા':ખવડે મજા લેતા ભાજપના હિતુભા ખખડી ગયા, મંત્રી મેડમની બર્થ-ડે સ્ટોરીમાં કાર્યકરો ભેરવાયા, ઘરમાં ડખા જેવો ઘાટ
    Next Article
    SD Pay અને અપના પેય એપથી 635 કરોડની ઠગાઈ:અમરેલી પોલીસે 6 આરોપી પકડ્યા;રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી સાયબર ફ્રોડ આચરતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment