Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં SC-ST ઉદ્યોગસાહસિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો:DICCI ગુજરાત ચેપ્ટર અને નેશનલ SC-ST હબ દ્વારા માર્કેટ એક્સેસ પર ફોકસ

    11 hours ago

    રાજપીપળાના ડૉ. આંબેડકર ભવન ખાતે દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (DICCI) ગુજરાત ચેપ્ટર અને નેશનલ SC-ST હબ, સુરત બ્રાંચ (ભારત સરકાર)ના સહયોગથી એક ઉદ્યોગસાહસિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય વિષય “ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” હતો, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્તમાન અને ભાવિ ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને માલ્યાર્પણ અને દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી. DICCI ગુજરાતના પ્રમુખ નીરજકુમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. નેશનલ SC-ST હબના કુલદીપ સિંહ રાજપુતે વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી, જ્યારે MSME-DFO અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉમેશ શર્માએ MSME મંત્રાલયની યોજનાઓનું વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું. આ ઉપરાંત, યુકો બેંક, વડોદરા બ્રાંચના ચીફ મેનેજરે લોન, બેંકિંગ સિસ્ટમ અને પ્રોજેક્ટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી. ONGC મહેસાણા એસેટના રવિ જૈને ONGCની ટેન્ડર પ્રક્રિયા અને ખરીદી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું. ઇન્ડિયન રેલ્વેના સતીશ તિવારીએ રેલ્વેની ખરીદી પ્રક્રિયા અને પ્રોડક્ટ સંબંધિત જાણકારી આપી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના વિમલ ચૌહાણે પણ ઉદ્યોગસાહસિકોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું. DICCI ગુજરાત ચેપ્ટરના સ્ટેટ કો-ઓર્ડિનેટર કમલેશ રાણાએ GeM પોર્ટલ અંગે માહિતી આપી, જ્યારે DICCI ગુજરાત ચેપ્ટરના વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણ ભાટિયાએ DICCIનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. કાર્યક્રમનું સ્ટેજ મેનેજમેન્ટ DICCI કોર ટીમના સભ્યો આશિષ પરમાર અને અજય વાળા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, DICCI કોર ટીમના સભ્ય અનિલ સુતારિયાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં સૂર-સંગીતની સુરાવલી રેલાઈ:મહાનગરપાલિકાની જલસા સ્ટ્રીટમાં બાળકલાકારોની કલા અને કુશલ ગઢવીના સૂર સાથે નગરજનો ઝૂમી ઉઠ્યા
    Next Article
    યમલ વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી:પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી; નર્મદા મહાઆરતીમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment