Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યમલ વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી:પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી; નર્મદા મહાઆરતીમાં ભાગ લીધો

    10 hours ago

    ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલ વ્યાસે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લીધી હતી. તેમણે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે સરદાર સાહેબે એકતા, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના P.R.O. રાહુલ પટેલ દ્વારા તેમને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. મુલાકાત પોથીમાં નોંધ કરતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, "અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કલ્પનાને સિદ્ધ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પુરુષાર્થ કર્યો છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ સ્થળ છે." તેમણે ઉમેર્યું હતું કે, "વિઝન, રાજકીય ઈચ્છાશક્તિ અને ગાઢ પુરુષાર્થ શું સિદ્ધ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ઝીણામાં ઝીણી વિગતોનો ઊંડો અભ્યાસ અને તેનું એન્જિનિયરિંગ કામ એક ભાગ છે, પરંતુ તેની જાળવણી માટે કાર્યરત ટીમનું કમિટમેન્ટ ખરેખર અભિનંદનીય છે." વ્યાસે વધુમાં કહ્યું કે, "ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે, તેની આજે વધુ એક વખત પ્રતીતિ થઈ." તેમણે દોઢ વર્ષ પછી ફરી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા અહીં થયેલો વિકાસ જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે, ગુજરાત અને દેશમાં આ પ્રોજેક્ટનું અને આ સ્થળનું મહત્વ વિદેશી પ્રવાસીઓથી માંડીને નિષ્ણાતો માટે એક ઉદાહરણ બને તે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે. એકતાનગરનો વિકાસ, વિદેશને ટક્કર મારે તેવા પ્રકલ્પો અને સ્વચ્છતા પ્રશંસનીય છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિષ્ઠાપૂર્વક કામ કરતી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષોમાં એકતાનગર ખાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે. આ ઉપરાંત, શ્રી વ્યાસ નર્મદા મહાઆરતીમાં પણ સહભાગી થયા હતા. તેમણે જંગલ સફારી, પેટ ઝોન, સરદાર સરોવર નર્મદા ડેમ, કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન સહિતના અન્ય આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં SC-ST ઉદ્યોગસાહસિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો:DICCI ગુજરાત ચેપ્ટર અને નેશનલ SC-ST હબ દ્વારા માર્કેટ એક્સેસ પર ફોકસ
    Next Article
    NDPS કેસમાં આરોપીને 8 વર્ષની કેદની સજા:લાલ દરવાજા પાસે MD ડ્રગ્સના છૂટક વેચાણ કરતો આરોપી 41 ગ્રામ જથ્થા સાથે ઝડપાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment