Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPS કેસમાં આરોપીને 8 વર્ષની કેદની સજા:લાલ દરવાજા પાસે MD ડ્રગ્સના છૂટક વેચાણ કરતો આરોપી 41 ગ્રામ જથ્થા સાથે ઝડપાયો હતો

    9 hours ago

    અમદાવાદના કારંજ પોલીસ મથકે વર્ષ 2023માં દરિયાપુરના રહેવાસી આરોપી શાહિદ કુરેશી સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ. ઠાકોરની દલીલો, સાક્ષીઓ અને પુરાવા ધ્યાને લઈને આરોપીને દોષિત ઠેરવ્યો છે. લાલ દરવાજા વિસ્તારમાં એક વ્યક્તિ MD ડ્રગ્સ લઈને ઉભો હતો કેસને વિગતે જોતા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, લાલ દરવાજા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક વ્યક્તિ MD ડ્રગ્સ લઈને ઉભો છે. જેને આધારે પોલીસે અમદાવાદના દરિયાપુરના રહેવાસી શાહિદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 41 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 4.31 લાખ થવા જતી હતી. આરોપી ઉપર પૂર્વે 17 ગુના નોંધાયેલા આરોપીએ જણાવ્યું હતું કે તે આ ડ્રગ્સ છૂટક વેચાણ અર્થે ઇમરાન પઠાણ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આરોપી ઉપર પૂર્વે 17 ગુના નોંધાયેલા છે. કોર્ટે નોંધ્યું હતું કે યુવાધન ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આરોપીને સખત સજા કરવી જરૂરી છે. આથી કોર્ટે આરોપીને 8 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યમલ વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી:પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી; નર્મદા મહાઆરતીમાં ભાગ લીધો
    Next Article
    Gujarat Heatwave Alert | ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી | Ahmedabad | Rajkot |Surat |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment