Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં સૂર-સંગીતની સુરાવલી રેલાઈ:મહાનગરપાલિકાની જલસા સ્ટ્રીટમાં બાળકલાકારોની કલા અને કુશલ ગઢવીના સૂર સાથે નગરજનો ઝૂમી ઉઠ્યા

    12 hours ago

    ગુજરાત રાજ્યના 66માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગઈકાલે રાત્રે પાટનગરના ઘ-4 સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અર્બન મ્યુઝિશિયન ગ્રુપના બાળ કલાકારો અને લોકગાયક કુશલ ગઢવીની પ્રસ્તુતિએ હજારો નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા, જે ગુજરાતની અસ્મિતા અને કલાના સન્માનનો ઉત્સવ બની રહ્યો હતો. બાળ પ્રતિભાઓની સંગીતમય જુગલબંધી કાર્યક્રમના પ્રારંભમાં ગાંધીનગરના સ્થાનિક 'અર્બન મ્યુઝિશિયન ગ્રુપ'ના બાળ કલાકારોએ મંચ ગજવ્યો હતો. આ નાના કલાકારોએ કીબોર્ડના આધુનિક સૂર સાથે તબલા, ઢોલ અને વાંસળીના પરંપરાગત સંગીતની અદભૂત જુગલબંધી રજૂ કરી હતી. ભારતીય અને પશ્ચિમી વાદ્યોના આ ફ્યુઝન સંગીતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને નવી પેઢીની સાંસ્કૃતિક સજાગતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકસંગીતની જમાવટ સાંસ્કૃતિક સંધ્યાના બીજા ભાગમાં લોકપ્રિય કલાકાર કુશલ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. તેમણે પ્રાચીન લોકસંગીતની સાથે અર્વાચીન ગીતોનો એવો સુમેળ સાધ્યો હતો કે યુવાનોથી લઈને વયોવૃદ્ધો સુધીના તમામ નગરજનો સંગીતના તાલે ગરબે ઘૂમ્યા હતા. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન લોકસાહિત્ય અને સંગીતના રંગે રંગાઈ ગયું હતું. વ્યવસ્થિત આયોજન અને જનમેદની ગુજરાત સ્થાપના દિવસ અને રજાનો માહોલ હોવાથી હજારોની સંખ્યામાં પરિવારો આ ઉત્સવમાં સહભાગી થયા હતા. મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક અને બેઠક વ્યવસ્થાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હોવાથી આટલી મોટી મેદની હોવા છતાં નાગરિકોને કોઈ અગવડતા પડી નહોતી. મોડી રાત સુધી ચાલેલા આ યાદગાર કાર્યક્રમે ગાંધીનગરના સામાજિક અને સાંસ્કૃતિક વારસાને વધુ પ્રજ્વલિત કર્યો હતો, જે નગરજનો માટે એક અવિસ્મરણીય સાંજ બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોતથી મરણચીસો ગુંજી
    Next Article
    રાજપીપળામાં SC-ST ઉદ્યોગસાહસિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો:DICCI ગુજરાત ચેપ્ટર અને નેશનલ SC-ST હબ દ્વારા માર્કેટ એક્સેસ પર ફોકસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment