Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોતથી મરણચીસો ગુંજી

    13 hours ago

    ​ગુજરાતના હાઈવે પર અવારનવાર સર્જાતા અકસ્માતોની હારમાળામાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. ​ આ ખાનગી બસમાં 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ તમામ યાત્રિકો ભાવનગરથી નીકળ્યા હતા અને સોમનાથ દર્શન કરી દ્વારકા તરફ જઈ રહ્યા હતા. રઈજ ગામ પાસે પહોંચતા જ અચાનક હાઈવે પર એક રોઝડું (નીલગાય) વચ્ચે આવી ગયું હતું. પૂરઝડપે જતી બસની સામે અચાનક પશુ આવી જતાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. ​બચાવ કામગીરી અને સારવાર ​અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ​ઈજાગ્રસ્તો: ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ​ટ્રાફિક જામ: અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ​ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેન દ્વારા બસને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોના પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. ​ધાર્મિક યાત્રાએ નીકળેલા આ પરિવાર અને શ્રદ્ધાળુઓ માટે આ સફર અંતિમ સફર સાબિત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં નોટ બદલવા મુદ્દે ગ્રાહકે હંગામો મચાવ્યો:ધરમપુર ચોકડી પર જલારામ ખમણ સેન્ટરમાં તોડફોડ કરી
    Next Article
    ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં સૂર-સંગીતની સુરાવલી રેલાઈ:મહાનગરપાલિકાની જલસા સ્ટ્રીટમાં બાળકલાકારોની કલા અને કુશલ ગઢવીના સૂર સાથે નગરજનો ઝૂમી ઉઠ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment