Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નોટ બદલવા મુદ્દે ગ્રાહકે હંગામો મચાવ્યો:ધરમપુર ચોકડી પર જલારામ ખમણ સેન્ટરમાં તોડફોડ કરી

    13 hours ago

    વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં આવેલા જલારામ ખમણ સેન્ટરમાં નોટ બદલવા બાબતે એક ગ્રાહકે હંગામો મચાવ્યો હતો. આ ઘટનામાં ગ્રાહકે દુકાનમાં તોડફોડ પણ કરી હતી, જેને પગલે વલસાડ સિટી પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સવારના સમયે એક ગ્રાહક નાસ્તો કરવા આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ તેણે બિલ પેટે 500 રૂપિયાની નોટ દુકાનદારને આપી હતી. દુકાનદારે પરત કરેલી છૂટ્ટા પૈસામાં બે નોટ સહેજ ફાટેલી હોવાથી ગ્રાહકે વાંધો ઉઠાવ્યો હતો. દુકાનદારે સૌજન્ય દાખવીને તાત્કાલિક તે ફાટેલી નોટો બદલી આપી હતી. જોકે, નોટો બદલી આપ્યા છતાં ગ્રાહક શાંત થયો ન હતો. તેણે દુકાનદાર સાથે બિભત્સ ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને અચાનક દુકાનમાં તોડફોડ કરવા લાગ્યો હતો. ગ્રાહક સાથે આવેલી મહિલા અને ત્યાં હાજર અન્ય ગ્રાહકોએ તેને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવેશમાં આવેલા શખ્સે કોઈનું સાંભળ્યું ન હતું અને હંગામો ચાલુ રાખ્યો હતો. દુકાનમાં વધતા હંગામાને જોઈ સંચાલકે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં હંગામો કરનાર શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલમાં, દુકાન સંચાલકે વલસાડ સિટી પોલીસ મથકે અજાણ્યા ગ્રાહક વિરુદ્ધ લેખિત ફરિયાદ અરજી આપી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં જૂન મહિનાથી વસતિ ગણતરીનો પ્રારંભ થશે:પ્રથમ તબક્કામાં દરેક ઘરની માહિતી એકત્ર કરાશે, પરિવારદીઠ 33 સવાલો પૂછાશે; જાતે પણ સ્વ-ગણતરી કરી શકાશે
    Next Article
    સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી:રઈજ ગામ પાસે રોઝડું આડું ઉતરતા સર્જાયો કાળમુખો અકસ્માત, બેના મોતથી મરણચીસો ગુંજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment