Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘેરબેઠા ડિગ્રી અને સ્કોલરશીપ ઉચાપત કેસ:SC-ST સ્કોલરશીપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર દર્શન મેસવાણીયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, મોટા ખુલાસા થવાની શક્યતા

    17 hours ago

    જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત SC-ST સ્કોલરશીપ કૌભાંડમાં બી-ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કોલેજ ગયા વગર ડિગ્રી અપાવવાના અને ગેરકાયદેસર રીતે સ્કોલરશીપની રકમ પચાવી પાડવાના આ કૌભાંડમાં ‘ગુજરાત એજ્યુકેશન’ના સંચાલક અને મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાને કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને કોલેજોની સંડોવણી અંગે તપાસ તેજ પોલીસને મળેલા 4 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી દર્શન મેસવાણીયાની કડક પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછમાં કૌભાંડ આચરવાની સમગ્ર મોડસ ઓપરેન્ડી તેમજ આ કૌભાંડ પાછળ કઈ-કઈ કોલેજો, યુનિવર્સિટીઓ કે અન્ય મોટા માથાઓની સંડોવણી છે તે તમામ વિગતો બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. એસ.ઓ.જી. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ, ડીવીઆર અને અન્ય મુદ્દામાલ બી-ડિવિઝન પોલીસને સોંપાયા છે. પી.આઈ. ધનલક્ષ્મી ડાંગરના માર્ગદર્શન હેઠળ પોલીસ આરોપીના મોબાઈલ ચેટ, કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. કોલેજ ગયા વગર ડિગ્રી અને ફ્રી અભ્યાસની લાલચ આપી જાળ પાથરી હતી અગાઉ જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલી ‘ગુજરાત એજ્યુકેશન’ નામની ઓફિસમાં દરોડો પાડી શિક્ષણના નામે ચાલતી ગેરરીતિનો પર્દાફાશ કરાયો હતો. આરોપી દર્શન મેસવાણીયા વિદ્યાર્થીઓને ઘરે બેઠા પરીક્ષા આપી સીધી ડિગ્રી મેળવવાની લાલચ આપતો હતો. ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓને MSW, BBA અને ફેશન ડિઝાઇનિંગ જેવા કોર્સમાં ફ્રીશીપ કાર્ડ હેઠળ ફ્રી અભ્યાસ કરાવવાનું કહીને પોતાની જાળમાં ફસાવતો હતો. બેંક કિટ્સ, ATM અને સિમકાર્ડ પોતાના કબજામાં રાખી રકમ બારોબાર ઉપાડી લેવાતી આરોપી વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ શૈક્ષણિક દસ્તાવેજો અને આધારકાર્ડ જેવા ઓળખપત્રો મેળવી લેતો હતો. ત્યારબાદ જૂના બેંક ખાતા નહીં ચાલે તેમ કહીને તેમના નામે ફિનો પેમેન્ટ બેંકમાં નવા ખાતા ખોલાવતો હતો. ઓટીપી અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મેળવીને બેંક કિટ્સ, એટીએમ કાર્ડ અને સિમકાર્ડ આરોપી પોતાની પાસે જ રાખી લેતો હતો અને સરકાર દ્વારા જમા કરાવવામાં આવતી સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની જાણ બહાર બારોબાર ઉપાડી લેતો હતો. ₹11 લાખથી વધુની ઉચાપત સામે આવી પ્રાથમિક તપાસમાં 21 વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં જમા થયેલા ₹24.44 લાખથી વધુની રકમમાંથી ₹11.03 લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન 110 સિમકાર્ડ કવર, 149 બેંક કિટ, 9 મોબાઈલ અને શંકાસ્પદ માર્કશીટો જપ્ત કરી હતી. આરોપીના રિમાન્ડ મંજૂર થતાં જ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખસોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - SC-ST સ્કોલરશીપ કૌભાંડ,'ગુજરાત એજ્યુકેશન'ના સંચાલક દર્શન મેસવાણીયા સામે FIR:યુનિ.માં વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાનું સેટિંગ કરતો, ભાસ્કરના સ્ટીંગ બાદ જૂનાગઢ પોલીસ એક્શનમાં
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ પોલીસે માછીમારો સાથે દરિયાઈ સુરક્ષા સંવાદ કર્યો:વેરાવળમાં ફિશરમેન વોચગ્રુપ કાર્યક્રમ, અજાણી બોટની જાણ કરવા અપીલ
    Next Article
    ભરૂચ K.J. પોલિટેકનિકમાં માર્ગ સુરક્ષા સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોના પાલનનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment