Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ પોલીસે માછીમારો સાથે દરિયાઈ સુરક્ષા સંવાદ કર્યો:વેરાવળમાં ફિશરમેન વોચગ્રુપ કાર્યક્રમ, અજાણી બોટની જાણ કરવા અપીલ

    17 hours ago

    ગીર સોમનાથ પોલીસે વેરાવળ ખાતે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને માછીમારોની ભાગીદારી વધારવા માટે 'ફિશરમેન વોચગ્રુપ/અવેરનેસ કાર્યક્રમ' યોજ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વેરાવળના ભીડિયા કેવટ ભુવન ખારવા સમાજવાડી ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ માછીમારોને દરિયાઈ સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લશ્કર-એ-તૈયબા દ્વારા ચાલી રહેલી અંડરવોટર ટ્રેનિંગ અંગે વીડિયો દ્વારા સમજણ આપી હતી. માછીમારોને દરિયાઈ માર્ગે થતી સંભવિત શંકાસ્પદ ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, દરિયામાં કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. તેમણે અજાણ્યા ઈસમોને બોટમાં પ્રવેશ ન આપવા અને રજીસ્ટ્રેશન વગરની બોટ દરિયામાં ન લઈ જવા પણ સૂચના આપી હતી. માછીમારોને દરિયાઈ સુરક્ષામાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના 'આંખ અને કાન' બનીને સહયોગ આપવા વિનંતી કરાઈ હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક દ્વારા માછીમારો અને વિવિધ માછીમાર સંસ્થાઓના પ્રમુખો સાથે રૂબરૂ લોકસંવાદ યોજાયો હતો. મોટી સંખ્યામાં માછીમારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત માછીમારોએ પણ દરિયાઈ સુરક્ષા સંબંધિત તેમના પ્રશ્નો અને સૂચનો ખુલ્લા મને રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં વેરાવળ ઇન્ટેલિજન્સ સેન્ટરના એસ.આઇ.ઓ. એચ.ડી. ગોહીલ, વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન. ગઢવી, સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.જી. વસાવા, વેરાવળ ફિશરીઝના એડીએફ તુષારભાઈ કોટીયા, વેરાવળ પોર્ટ ઓફિસર હિરેન સોંદરવા, એલઆઇબી ગીર સોમનાથના પીઆઇ ડી.બી. ગઢવી, એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.કે. વણારકા અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ આર.એચ. સુવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માછીમારોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો તેમજ આતંકવાદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સહયોગ આપવા માટે માછીમાર સમાજને સજ્જ કરવાનો હતો. દરિયાઈ સુરક્ષામાં પોલીસ સાથે નાગરિકોની જવાબદારી પણ અત્યંત મહત્વપૂર્ણ છે, તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અભિજીત દીપકે દેશભરમાં 'ક્યા બોલતી પબ્લિક' કેમ્પેન શરૂ કરશે:યુવાનોને CJP સાથે જોડાવા અપીલ; 2 અમદાવાદી યુવાનોનું દીપકેના ઘરની બહાર પ્રદર્શન
    Next Article
    ઘેરબેઠા ડિગ્રી અને સ્કોલરશીપ ઉચાપત કેસ:SC-ST સ્કોલરશીપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર દર્શન મેસવાણીયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, મોટા ખુલાસા થવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment