Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ K.J. પોલિટેકનિકમાં માર્ગ સુરક્ષા સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોના પાલનનો સંકલ્પ લીધો

    16 hours ago

    ભરૂચની કે.જે. પોલિટેકનિકના સાયન્સ એન્ડ હ્યુમેનિટિઝ વિભાગે ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી એક દિવસીય 'માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર'નું આયોજન કર્યું હતું. યુવા વર્ગમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો આ સેમિનારનો મુખ્ય હેતુ હતો. સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સેમિનારમાં ભરૂચ જિલ્લા પોલીસના પીએસઆઈ આર.આર. ગોહિલ, તેમની ટીમ અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, નિયત ગતિમર્યાદા જાળવવી, વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ટાળવો અને માર્ગચિહ્નોની જાણકારી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પીએસઆઈ આર.આર. ગોહિલે જણાવ્યું હતું કે, માર્ગ સુરક્ષા માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવાની જવાબદારી પણ છે. તેમણે ઉમેર્યું કે સલામત ડ્રાઇવિંગ દ્વારા જ માર્ગ અકસ્માતોમાં ઘટાડો શક્ય બને છે. સંસ્થાના આચાર્યએ ટ્રાફિક જાગૃતિને સમયની જરૂરિયાત ગણાવી ભરૂચ જિલ્લા પોલીસના જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરી હતી. સેમિનારના અંતે, તમામ વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને અન્ય લોકોને પણ માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઘેરબેઠા ડિગ્રી અને સ્કોલરશીપ ઉચાપત કેસ:SC-ST સ્કોલરશીપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર દર્શન મેસવાણીયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, મોટા ખુલાસા થવાની શક્યતા
    Next Article
    મહિલા ઘરે જવા તૈયાર ન હોવાથી કાઉન્સિલિંગ કરાયુ:8 દિવસથી વડોદરામાં ભટકતી અમદાવાદની મહિલાનું 181 અભયમની મદદથી પરિવાર સાથે પુનઃમિલન કરાયું, પરિવારજનોએ અભયમનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment