Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામત મુદ્દે વિવાદ:SC-ST અને બિનઅનામત વર્ગને અન્યાયની આશંકા, દિનેશ બાંભણિયા 26મીએ હાઈકોર્ટમાં પિટિશન કરશે

    8 hours ago

    ગુજરાતમાં આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પહેલાં અનામત બેઠકોની ફાળવણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં રોસ્ટર ક્રમાંકના આધારે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવશે તો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને બિનઅનામત વર્ગને મોટાપાયે અન્યાય થવાની શક્યતા છે. આ મુદ્દે તેમણે રાજ્ય સરકારની નીતિ સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે, બેઠકોની ફાળવણી રોસ્ટર ક્રમાંકના બદલે વસ્તીના પ્રમાણને આધારે થવી જોઈએ. આ માગ સાથે તેઓ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. દિનેશ બાંભણિયાના જણાવ્યા મુજબ, અનામત બેઠકોની ફાળવણી અંગે ઝવેરી કમિશને કરેલી ભલામણો અને સુપ્રીમ કોર્ટના આદેશની ભાવનાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. જોકે, તેમના આક્ષેપ પ્રમાણે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણોને સીધી રીતે સ્વીકારવાને બદલે કેબિનેટ સબ-કમિટીની પ્રક્રિયાના આધારે અનામતની વ્યવસ્થા અમલમાં મૂકી છે. તેના કારણે અગાઉની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણીને લઈને અનેક ગેરરીતિઓ અને અન્યાયના કિસ્સા સામે આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. વસ્તી જ્યાં વધુ, ત્યાં બેઠકો ફાળવવાની માગ બાંભણિયાએ જણાવ્યું હતું કે, અનામત બેઠકોની ફાળવણીમાં વસ્તીના પ્રમાણને બદલે રોસ્ટર ક્રમાંકને આધાર બનાવવામાં આવે તો સંબંધિત વર્ગના લોકોને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને બિનઅનામત વર્ગના લોકો જ્યાં તેમની વસ્તી વધુ હોય ત્યાં બેઠકોની ફાળવણીની માગ કરે છે, પરંતુ તેમના મતે વસ્તીના આધારે બેઠકો ફાળવવાને બદલે રોસ્ટર મુજબ અનામત બેઠકો નક્કી કરવામાં આવે છે. પરિણામે બિનઅનામત વર્ગ માટે ઉપલબ્ધ બેઠકોમાં ઘટાડો થતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. SC-ST વર્ગને પણ નુકસાન થવાની આશંકા દિનેશ બાંભણિયાએ વધુમાં દાવો કર્યો હતો કે, આ વ્યવસ્થાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગોને પણ નુકસાન થઈ શકે છે. તેમના મતે, અનામત બેઠકોની ફાળવણીમાં ખામીઓ હોય તો આ વર્ગના ઉમેદવારોને ચૂંટણી લડવાની તકો અને ઉપલબ્ધ બેઠકોના સંદર્ભમાં અસર થઈ શકે છે. આથી સમગ્ર પ્રક્રિયામાં વસ્તી આધારિત ફાળવણી અને કાયદાકીય જોગવાઈઓનું યોગ્ય પાલન થવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. 26 ઓક્ટોબરે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાશે આ મુદ્દે કાયદાકીય લડત આપવાની જાહેરાત કરતાં બાંભણિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ચૂંટણી તંત્ર દ્વારા જાહેરનામા મારફતે થનારી બેઠકોની ફાળવણી સામે તેઓ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. તેમની મુખ્ય માગ છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અનામત બેઠકોની ફાળવણી રોસ્ટર ક્રમાંકના આધારે કરવાને બદલે લાગુ કાયદાકીય જોગવાઈઓ અને વસ્તીના પ્રમાણને અનુરૂપ કરવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાની પણ તેમણે માગ કરી છે. સામાજિક અને રાજકીય નેતાઓના મૌન સામે પણ સવાલ દિનેશ બાંભણિયાએ આ મુદ્દે રાજ્યના રાજકીય અને સામાજિક નેતાઓની ભૂમિકા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં SC, ST અને બિનઅનામત વર્ગના અનેક રાજકીય તથા સામાજિક નેતાઓ હોવા છતાં આ મુદ્દે કોઈ ખુલ્લેઆમ અવાજ ઉઠાવતું નથી, જે દુઃખદ બાબત છે. તેમના મતે, અનામત બેઠકોની ફાળવણીમાં પારદર્શિતા રહે અને કોઈ પણ વર્ગને અન્યાય ન થાય તે માટે તમામ સંબંધિત પક્ષોએ આગળ આવવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    એક ક્લિક અને લાખોની છેતરપિંડી:Mparivahanની નકલી લિંક મોકલી આસિસ્ટન્ટ મેનેજર સાથે રૂ.7.54 લાખની સાયબર ઠગાઈ
    Next Article
    જેની એન્ટ્રી થઈ ગઈ તેવા આસામીઓએ કાર્પેટ મુજબ નોંધણી ફરજિયાત:કાર્પેટ એરિયા પદ્ધતિથી માપણી ન કરાવનારને વ્યાજમાફી નહીં મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment