Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક ક્લિક અને લાખોની છેતરપિંડી:Mparivahanની નકલી લિંક મોકલી આસિસ્ટન્ટ મેનેજર સાથે રૂ.7.54 લાખની સાયબર ઠગાઈ

    8 hours ago

    વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી સાથે સાયબર ક્રાઇમની મોટી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલી શંકાસ્પદ એમપરીવાહનની લિંક ઓપન કરવાથી ફોન હેક થઈ ગયો હતો અને બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાયા હતા. શહેરના સમતા પોલીસ ચોકી સામે સરદાર પટેલ હાઈટ્સમાં રહેતા અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમ જણાવ્યું છે કે, તેમના પિતાના મોબાઈલ નંબર પરથી તેમના વ્હોટ્સએપ નંબર પર એક શંકાસ્પદ લિંક મોકલવામાં આવી હતી. આ લિંક વાહન ચલણનું સ્ટેટસ ચેક કરવાના બહાને મોકલવામાં આવી હોવાથી તેમણે તે ઓપન કરી હતી. લિંક ઓપન કર્યા બાદ તેનાથી બહાર આવી ગયાના કલાકભર પછી તેમના ફોન પર અલગ-અલગ નંબરોથી ઓટીપી (OTP) આવવા લાગ્યા હતા. બાદમાં તેઓ તાત્કાલિક નજીકના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. ત્યાં પોલીસ સ્ટેશનમાં ફોન ચેક કરતા તેમાંથી પેલી શંકાસ્પદ લિંક મળી આવી હતી, જેથી તેમણે સુરક્ષાના ભાગરૂપે ફોન ફોર્મેટ કરી નાખ્યો હતો અને પિતાના ફોન પર આવેલી ચેટ પણ ડિલીટ કરી દીધી હતી. ત્યાર બાદ મહિલાએ તેમનું બેંક એકાઉન્ટ ચેક કરતા બેંકના સેલરી એકાઉન્ટમાંથી ઓનલાઈન ઇલેક્ટ્રોનિક માધ્યમનો દુરુપયોગ કરી કુલ રૂ. 7,54,002 ઉપાડી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચિ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાથી ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    તપોવન વિશ્વવિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓની 551 કિલોમીટરની સાયકલ યાત્રા:નવલખાથી ગાંધીનગર સુધીની સાયકલ યાત્રામાં 25 વિદ્યાર્થી જોડાયા, 25 મુદ્દા લઈને ગામડે ગામડે જન જાગૃતિ ફેલાવી
    Next Article
    ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામત મુદ્દે વિવાદ:SC-ST અને બિનઅનામત વર્ગને અન્યાયની આશંકા, દિનેશ બાંભણિયા 26મીએ હાઈકોર્ટમાં પિટિશન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment