Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપોવન વિશ્વવિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓની 551 કિલોમીટરની સાયકલ યાત્રા:નવલખાથી ગાંધીનગર સુધીની સાયકલ યાત્રામાં 25 વિદ્યાર્થી જોડાયા, 25 મુદ્દા લઈને ગામડે ગામડે જન જાગૃતિ ફેલાવી

    9 hours ago

    બરડા ડુંગરની ગોદમાં આવેલી ઘૂમલી તપોવન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ જન જાગૃતિ ફેલાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. શિક્ષણને માત્ર પુસ્તકો પૂરતું સિમિત ન રાખીને જીવનમૂલ્યો સાથે જોડાવાના ઉદ્દેશથી 551 કિલોમીટરની સાયકલ યાત્રા યોજી છે. 25 વિદ્યાર્થીઓએ 25 જેટલા મુદ્દાઓને લઈને નવલખાથી ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરી છે. ‘પેડલ પર પાઠશાળા’ના સ્લોગન સાથે વિદ્યાર્થીઓએ સાત દિવસ સુધી ગામડાઓમાં જઈને જન જાગૃતિના 25 મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. તેમજ આ સાયકલ યાત્રામાં 11 વર્ષથી 16 વર્ષ સુધીના ઉમરના વિદ્યાર્થીઓ સાયકલ યાત્રામાં જોડાયા હતા. તપોવન વિશ્વવિદ્યાલય સ્કૂલના 25 જેટલા વિદ્યાર્થીઓ 18 તારીખે નવલખાથી સાયકલ યાત્રા લઈને નીકળ્યા હતા. તપોવન વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત આ સાયકલ યાત્રામાં શિક્ષણને જીવન સાથે જોડીને લોકોને સારા નાગરિક બનવાની ભાવના કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વાવલંબન, સંસ્કાર, જીવનકૌશલ્ય અને મૂલ્યનિષ્ઠ શિક્ષણનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત, સહકાર, શારીરિક તંદુરસ્તી અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. સાત દિવસ સુધી ગામડાઓમાં જ રોકાઈને તેમને 25 મુદ્દાને લઈને જન જાગૃતિ ફેલાવી હતી. જ્યારે ઉસ્માનપુરા સાયકલ યાત્રા પહોંચી ત્યારે તમામ સાયકલિસ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાનોને મલ્ટી સ્કીલ બનાવવાનો ઉદ્દેશ: પાર્થ તપોવન વિશ્વવિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થી પાર્થે જણાવ્યું હતું કે, અમે લોકો 25 સાયકલિસ્ટ છીએ જે અમે દ્વારકા જિલ્લાથી આવી રહ્યા છીએ. નવલખાથી સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. જે ગાંધીનગર ખાતે પૂર્ણ કરીશું. સાતમા દિવસે અમે અમદાવાદ પહોંચ્યા છીએ. અમે તમામ 25 સાયકલિસ્ટ એક એક જન જાગૃતિ માટેના સ્લોગન સાથે નીકળ્યા છીએ. જેમાં મારો મુદ્દો છે આજના યુવાનોને મલ્ટી સ્કીલ બનાવવા, એ રીતે તમામ વિદ્યાર્થીઓ એક એક મુદ્દાને લઈને સાયકલ યાત્રા કરી રહ્યા છીએ. જેને લઈને સાયકલ યાત્રા દરમિયાન ગ્રામજનો અને લોકોને જાગૃતિ ફેલાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાત દિવસ દરમિયાન જે પણ ગામમાં રોકાયા હતા ત્યાં અમે લોકોએ ગ્રામસભા કરી હતી. તેમજ ગામમાં 90 વર્ષ કરતાં વધુની ઉંમરના વડીલોનું સન્માન કરીએ છીએ. જેથી અમે બધા લોકો અલગ અલગ મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રવાસ કરી રહ્યા છીએ. સાયકલિસ્ટ ઉર્બીએ જણાવ્યું હતું કે, અમારો ખાસ ઉદ્દેશ્ય જનજાગૃતિ ફેલાવવાનો છે. જે માટે અમે નવલખાથી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે ગાંધીનગર ખાતે 551 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીશું. સાયકલ યાત્રા દરમિયાન અમે મોટેભાગે ગામડામાં રહેવાનું પસંદ કર્યું હતું જ્યાં અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો સુધી જનજાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. લોકો એવું કહે છે કે માણસાઈ ઘટી રહી છે પરંતુ અમે જ્યારે સાઇકલ યાત્રા લઈને નીકળ્યા ત્યારે ગામડાઓમાં અમને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તેમજ ગામડાઓના સાથ અને સહકારના કારણે આ યાત્રા સફળ રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના ફ્લોરિડામાં સ્ટેડિયમ પાસે ફાયરિંગ, 12 ઘાયલ:આમાં 6 બાળકો સામેલ; ગોળીબાર પહેલાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો
    Next Article
    એક ક્લિક અને લાખોની છેતરપિંડી:Mparivahanની નકલી લિંક મોકલી આસિસ્ટન્ટ મેનેજર સાથે રૂ.7.54 લાખની સાયબર ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment