Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેની એન્ટ્રી થઈ ગઈ તેવા આસામીઓએ કાર્પેટ મુજબ નોંધણી ફરજિયાત:કાર્પેટ એરિયા પદ્ધતિથી માપણી ન કરાવનારને વ્યાજમાફી નહીં મળે

    15 hours ago

    મનપાના વેરા વિભાગના જણાવ્યા મુજબ અગાઉ મિલકતવેરાના અલગ અલગ નિયમો હતા, પરંતુ 2011થી કાર્પેટ આધારિત વેરા પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. છતાં વર્ષો જૂની મિલકતો હોય અને મનપાના વેરા વિભાગમાં આ મિલકતનો કોઈ જાતનો ઉલ્લેખ ન હોય ત્યારે આ મિલકતધારક મિલકતવેરા બિલ માટે કોર્પોરેશનમાં અરજી કરી શકે છે. જેથી વેરા વિભાગ કાર્પેટ એરિયાનો નિયમ લાગુ પડ્યો ત્યાં સુધીનું નવા નિયમ મુજબનું અને બાકીના વર્ષોનું લમસમ બિલ બનાવી અરજદારને આપશે તેમાં વ્યાજ લગાડવામાં નહીં આવે, પરંતુ મિલકતધારકે બિલ મળ્યાના 15 દિવસમાં વ્યાજમાફીની અરજી કરવી પડશે નહીં, યોજનાનો લાભ નહીં મળે. મનપાએ વર્ષો જૂની મિલકતો કે જેની એન્ટ્રી વેરા વિભાગમાં ન થઈ હોય તેવી મિલકતોને વેરા વિભાગમાં વ્યાજ નહીં લાગે તેમ જણાવ્યું છે. અને સાથોસાથ સુષુપ્ત અવસ્થાવાળી મિલકતોને આ લાભ નહીં મળે તેમ પણ જણાવ્યું છે. વેરા વિભાગના જણાવ્યા મુજબ કોઈ મિલકતની વર્ષો પહેલાં વેરા વિભાગમાં એન્ટ્રી થઈ હોય અને ત્યારબાદ આ મિલકતની કાર્પેટ એરિયા મુજબ માપણી ન થઈ હોય અને વેરાબિલ ન મળતું હોય તેવી મિલકતોને સુષુપ્ત અવસ્થામાં ગણી જૂની એન્ટ્રી મુજબ મિલકતવેરો અને વ્યાજ પણ ભરવું પડશે. જૂની નોંધણીમાં છેડછાડની આશંકા મનપાના વેરા વિભાગના જણાવ્યા મુજબ અગાઉ મિલકતવેરાના અલગ અલગ નિયમો હતા, પરંતુ 2011થી કાર્પેટ આધારિત વેરા પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. છતાં વર્ષો જૂની મિલકતો હોય અને મનપાના વેરા વિભાગમાં આ મિલકતનો કોઈ જાતનો ઉલ્લેખ ન હોય ત્યારે આ મિલકતધારક જૂના મેન્યુઅલી સિસ્ટમમાં છેડછાડ કરી પોતાની મિલકતની નોંધણી રદ કરાવી વ્યાજમાફીનો લાભ ન લઈ શકે તે માટે તમામ જૂના ડેટા ચેક કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામત મુદ્દે વિવાદ:SC-ST અને બિનઅનામત વર્ગને અન્યાયની આશંકા, દિનેશ બાંભણિયા 26મીએ હાઈકોર્ટમાં પિટિશન કરશે
    Next Article
    $4.2 Billion Investment, 2,00,000 Cars A Year: Trump On Audi's Big US Plan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment