Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સિંગ સામે આક્રોશનો જ્વાળામુખી:સુરતમાં SC-ST સમાજ અને સફાઈ કામદારોનું મહાસંમેલન, સરકાર સામે આરપારની લડાઈનું એલાન

    13 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ગ-4 સફાઈ કામદાર સહિતના કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગ એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. આ નીતિના ઉગ્ર વિરોધમાં સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા શ્રમિક ભવન ખાતે એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સુરત શહેરના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમુદાય તેમજ મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્રિત થયા હતા અને મનપાની આ નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી આગામી આંદોલનની મજબૂત રણનીતિ ઘડી કાઢી હતી. 6500 જગ્યા આઉટસોર્સિંગથી ભરવાનો પ્રયાસ કરાતા વિરોધ કામદારોનું કહેવું છે કે, મનપા દ્વારા આશરે 6,500 જેટલી જગ્યાઓ કાયમી ભરવાને બદલે આઉટસોર્સિંગથી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે સીધો અન્યાય અને શોષણ સમાન છે. અગાઉ પણ આ મામલે વિરોધ દર્શાવવા માટે અર્ધનગ્ન થઈને કલેક્ટર મારફતે મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. કામદાર અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર કે સરકાર આ ભરતી રદ કરી કાયમી નિમણૂક નહીં કરે, તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. ‘સરકાર નહીં જાગો તો ખુલ્લેઆમ વિરોધ કરીશું’ મહામંડળનો વાઈસ પ્રેસિડેન્ટ કિરીટભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે શ્રમજીવી હોલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી લગભગ 6,500 માણસોની જે ભરતી કરવામાં આવી રહી છે, તેના વિરોધમાં સફાઈ કામદારો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. આ બાબતે અમે અગાઉ કપડાં કાઢીને અર્ધનગ્ન વિરોધ પણ દર્શાવ્યો હતો અને કલેક્ટર મારફતે મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર મોકલાવ્યું છે. ગઈકાલે રાજ્ય કક્ષાએ પણ રજૂઆત કરી પ્રશ્ન મુકાયો છે. જો સુરત મહાનગરપાલિકા કે સરકાર આ બાબતે ગંભીરતા નહીં દાખવે, તો આજે અમે કપડાં ઉતાર્યા છે, કાલે અમારો જીવ પણ દાવ પર લગાવી દઈશું. આ નીતિનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જો સરકાર નહીં જાગે તો અમે સરકારનો પણ ખુલ્લેઆમ વિરોધ કરીશું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બાળતસ્કરીનો પર્દાફાશ:યુવતી સહિત ત્રણની ધરપકડ, નિઃસંતાન દંપતીને બાળક વેચવાનો પ્લાન હતો
    Next Article
    પોલીસની હાજરીમાં પથ્થરમારો:મહિલા કોન્સ્ટેબલ અને જનરક્ષક વાનના ડ્રાઈવર ઈજાગ્રસ્ત, બે શખસોને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment