Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની હાજરીમાં પથ્થરમારો:મહિલા કોન્સ્ટેબલ અને જનરક્ષક વાનના ડ્રાઈવર ઈજાગ્રસ્ત, બે શખસોને દબોચ્યા

    14 hours ago

    ભાવનગર શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસમાં ત્રણ દિવસ પૂર્વે બે પરિવાર વચ્ચે ઝધડો થતા જનરક્ષક વાનને કોલ મળતા પોલીસ પહોંચી હતી.જ્યાં પોલીસની હાજરી વચ્ચે એક મહિલા અને ત્રણ શખસે છુટા પથ્થરના ઘા કરી પોલીસની સરકારી કરજમાં રૂકાવટ કરી હતી. જ્યારે પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલ અને જનરક્ષકના ડ્રાઈવરને પણ ઈજા પહોંચતા ગુનો નોંધાવા પામ્યો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં બે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘારોડ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ હેતલબેન મધુભાઈ ઢાપાએ ઘોઘારોડ પોલીસ મથકમાં તા.1.10ના રોજ સુભાષનગર વિસ્તારમાં સ્મશાન સામે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા રોહન ઉર્ફે બાદશાહ રાજુભાઈ પરમાર, બે અજાણ્યા શખસ અને એક અજાણ્યા મહિલા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ જનરક્ષક ઈન્ચાર્જ તરીકે અને સંજયભાઈ બુધાભાઈ ચૌહાણ જનરક્ષક 112માં ફરજ પર હતા ત્યારે સુભાષનગર, પ્રધાનંમંત્રી આવાસ યોજનામાં બે પરિવાર વચ્ચે મારા મારી થતા પરેશભાઈ ચૌહાણે ફોન કર્યો હતો. જેને લઈ તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના પહોંચતા ત્યા બન્ને પરિવારના લોકોને સામ સામે ઈજા પહોંચી હતી. જેથી ત્યા જઈ તકરાર નહી કરવા સમજાવતા રોહન અને તેની સાથે રહેલા શખસોએ ઝધડો બંધ ન કરી તમે અહી શુ આવેલ છો તમે મને ઓળખતા નથી હુ કોણ છુ તેમ ધમકી આપી તેઓની હાજરી વચ્ચે પરેશભાઈને છુટા પથ્થરના ઘા મારતા તેને એક ઘા અને સંજયભાઈ ચૌહાણને બે પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી. જે ફરીયાદ સંદર્ભે ઘોઘારોડ પોલીસે એક મહિલા સહિત ચાર સામે BNS એક્ટ 221, 125(એ), 54, જી.પી એક્ટ 135, મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે બનાવ ને લઈ ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી પોલીસની ફરજ રૂકાવટ કરનાર રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર (ઉં.વ 23) અને રોનક ઉર્ફે નાનુ રાજુભાઈ પરમાર (ઉં.વ 20 રહે.બન્ને પ્રધાનમંત્રી આવાસ યોજના, સુભાષનગર, ભાવનગર) ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સિંગ સામે આક્રોશનો જ્વાળામુખી:સુરતમાં SC-ST સમાજ અને સફાઈ કામદારોનું મહાસંમેલન, સરકાર સામે આરપારની લડાઈનું એલાન
    Next Article
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિરાણીયામાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો:જાતે ઝાડુ ઉઠાવી ગ્રામજનોને ‘સ્વચ્છ ગામ-સ્વસ્થ જીવન’નો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment