Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિરાણીયામાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો:જાતે ઝાડુ ઉઠાવી ગ્રામજનોને ‘સ્વચ્છ ગામ-સ્વસ્થ જીવન’નો સંદેશ આપ્યો

    14 hours ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે પ્રવાસના પ્રથમ દિવસે મુંદરા તાલુકાના વિરાણીયા ગામમાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની તેમણે ગ્રામજનોને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલે ગામના વથાણ ચોક ખાતે સ્વચ્છતા કામગીરીમાં જાતે જોડાઈ સફાઈ કરી હતી. રાજ્યના પ્રથમ નાગરિકને સ્વયં સફાઈ કરતા જોઈ ગ્રામજનોમાં પણ ઉત્સાહ છવાયો હતો અને મોટી સંખ્યામાં લોકો અભિયાનમાં જોડાયા હતા. વિરાણીયા ખાતે ગ્રામજનો સાથે સંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતા મહાત્મા ગાંધીજીના વિચારોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર આસપાસનો કચરો દૂર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલીનો મહત્વપૂર્ણ હિસ્સો છે. સ્વચ્છ વાતાવરણથી રોગચાળાને અટકાવવામાં મદદ મળે છે અને લોકોના આરોગ્ય પર પણ તેની સીધી અસર થાય છે. રાજ્યપાલે ગ્રામજનોને પોતાના ઘર ઉપરાંત ગામને પણ પોતાના પરિવારના એક ભાગની જેમ સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગામનું વાતાવરણ સ્વચ્છ હશે તો લોકોનું મન અને શરીર પણ સ્વસ્થ રહેશે. દરેક વ્યક્તિએ સ્વચ્છતાને માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રાખી તેને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. વિરાણીયા ગામ સ્વચ્છતા ક્ષેત્રે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બને તેવો સંકલ્પ લેવા પણ તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે ગામમાં સફાઈની જવાબદારી નિભાવતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું. રાજ્યપાલની ઉપસ્થિતિ અને સંદેશને પગલે ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ સાથે સામૂહિક જવાબદારીની ભાવના જોવા મળી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, સરપંચ શક્તિસિંહ જાડેજા સહિત આગેવાનો દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોલીસની હાજરીમાં પથ્થરમારો:મહિલા કોન્સ્ટેબલ અને જનરક્ષક વાનના ડ્રાઈવર ઈજાગ્રસ્ત, બે શખસોને દબોચ્યા
    Next Article
    માંગરોળ બંદર નજીક બાઇક સ્લિપ થતાં યુવાનનું મોત:બાઇક અચાનક સ્લિપ થઈ જતા પાછળ બેઠેલા યુવાનનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું, પોલીસે તપાસ હાથ ધરી..

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment