Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બાળતસ્કરીનો પર્દાફાશ:યુવતી સહિત ત્રણની ધરપકડ, નિઃસંતાન દંપતીને બાળક વેચવાનો પ્લાન હતો

    12 hours ago

    અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા અહવાલીયા તળાવ નજીક ફૂટપાથ પરથી 37 દિવસના બાળકના અપહરણના ચકચારી બનાવનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે જીનલ, પ્રવિણ યાદવ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ બાળકોનું અપહરણ કરી નિઃસંતાન દંપતીને વેચવાના ઇરાદે કામ કરતા હોવાની વિગતો સામે આવી છે. શહેરમાં મજૂરીકામ કરતા દંપતી શુક્રવારે રાત્રે ન્યુ રાણીપ વિસ્તારમાં અહવાલીયા તળાવની ફૂટપાથ પર પોતાના એક માસ અને સાત દિવસના બાળક સાથે ખાટલામાં સૂતું હતું. મોડી રાત્રે આશરે 3.15થી 3.30 વાગ્યાના સુમારે માતા-પિતા જાગ્યા ત્યારે બાળક ખાટલામાંથી ગાયબ હોવાનું જણાયું હતું.આસપાસ શોધખોળ કર્યા બાદ પણ બાળકનો પત્તો ન લાગતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાબરમતી પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો બાળકની શોધમાં લાગી હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા એક અજાણી મહિલા બાળકને ઉઠાવીને લઈ જતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન અપહરણના આશરે 14 કલાક બાદ ન્યુ રાણીપ વિસ્તારમાં જ રોડ પરથી બાળક બિનવારસી હાલતમાં હેમખેમ મળી આવ્યું હતું. પોલીસે બાળકને તાત્કાલિક કબજામાં લઈ તેના માતા-પિતાને સોંપ્યું હતું. બાળક મળી આવ્યા બાદ પોલીસે સમગ્ર ઘટનાની કડીઓ જોડવાની શરૂઆત કરી હતી અને તપાસ દરમિયાન જીનલ, પ્રવિણ યાદવ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બાળકોનું અપહરણ કરી તેમને નિઃસંતાન દંપતીને વેચવાનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર બાળક તસ્કરીના નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ज्ञानेश के खिलाफ कल से बिगुल-विपक्ष ने बना ली पूरे एक महीने तक की रणनीति
    Next Article
    કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સિંગ સામે આક્રોશનો જ્વાળામુખી:સુરતમાં SC-ST સમાજ અને સફાઈ કામદારોનું મહાસંમેલન, સરકાર સામે આરપારની લડાઈનું એલાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment