Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:ભાજપની ફેરણીમાં SC મોરચાના પ્રમુખની પૂર્વ કાર્યકર સાથે મારામારી

    11 hours ago

    વડોદરાના વોર્ડ નં. 5માં કિશનવાડીમાં ભાજપની ફેરણીમાં અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખે પૂર્વ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. પૂર્વ કાર્યકરની પત્નીએ આમ આદમી પાર્ટીમાંથી ભરેલું ઉમેદવારી ફોર્મ રદ થવા અંગે રજૂઆત કરી હતી. દરમિયાન હોબાળા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વોર્ડ નં. 5માં કિશનવાડી પોલીસ ચોકી પાસે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અને ચાર ઉમેદવારો ફેરણીમાં હતા. તે સમયે ભાજપના પૂર્વ કાર્યકર હિતેશ રાઠોડે ડો. હિતેન્દ્ર પટેલને રોક્યા હતા. હિતેશ રાઠોડે પોતાની પત્નીનું ફોર્મ રદ કરાવવા મુદ્દે ઉગ્ર રજૂઆત શરૂ કરી હતી. રજૂઆત દરમિયાન ત્યાં હાજર અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ યોગેન્દ્ર પરમારે હિતેશ રાઠોડને ધક્કો માર્યો હતો, જેના કારણે ઝપાઝપી થઈ હતી. જોકે, અન્ય ઉમેદવારોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જાહેર રસ્તા પર થયેલા આ હુમલા અને ધક્કામુક્કીના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વીડિયો વાઈરલ થયો છે, જેનાથી સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. એવું કેમ કહ્યું કે તારી પત્નીએ આપમાંથી ફોર્મ કેમ ભર્યું? તે પછી ઝપાઝપી થઇ કિશનવાડીમાં ડો. હિતેન્દ્ર પટેલને મળીને હિતેશ રાઠોડે જણાવ્યું કે, ગમે ત્યાંથી ચૂંટણી લડીએ, અમે વર્ષો ભાજપમાં રહ્યા છીએ અને કાર્યકરો પરિવાર છે. છતાં તમે મને એવું કેમ પૂછ્યું કે તારી પત્નીએ ‘આપ’માંથી ફોર્મ કેમ ભર્યું? હું ક્યારેય અહીં પૈસા માટે આવ્યો નથી. હિતેશ રાઠોડ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે યોગેન્દ્ર પરમારે ‘કોઈ વાત નથી કરવી’ કહીને નેતાઓને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઝપાઝપી થઇ હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:શહેરનું એકપણ રાઇડ્સ વિહોણું એમ્યુઝમેન્ટ પાર્ક બન્યું વેરાન, તંત્રની ઢીલી નીતિથી બાળકો મનોરંજનથી વંચિત
    Next Article
    માંજલપુરના વોર્ડ 17માં 2 દિગ્ગજ બાખડ્યા:જૂના જોગીઓમાં ‘ઘમાસાણ’; યોગેશ પટેલે ખર્ચ મુદ્દે જીતુ સુખડિયાના પુત્રને આયાતી ગણાવ્યા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment