Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:શહેરનું એકપણ રાઇડ્સ વિહોણું એમ્યુઝમેન્ટ પાર્ક બન્યું વેરાન, તંત્રની ઢીલી નીતિથી બાળકો મનોરંજનથી વંચિત

    2 days ago

    ​જામનગર શહેરના ગૌરવ સમાન એમ્યુઝમેન્ટ પાર્કમાં છેલ્લા પાંચ મહિનાથી એક પણ રાઈડ ચાલુ ન હોવાથી સ્થાનિકો અને ખાસ કરીને બાળકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અગાઉ અહીં ખાનગી પેઢી દ્વારા રાઈડ્સનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં જૂની પેઢીએ તમામ રાઈડ્સ હટાવી લીધી છે. પરિણામે, જે પાર્ક ક્યારેક બાળકોના કિલ્લોલથી ગુંજતો હતો, તે આજે વેરાન બની રહ્યો છે. હાલ બાળકો ઉનાળા વેકેશનમાં પાર્કમાં રાઈડ્સની મજા નહીં માણી શકે. એમ્યુઝમેન્ટ પાર્કમાં નવી રાઈડ્સ માટેની જામ્યુકો તંત્રના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં સુરતની એક ગેમઝોન પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે. જોકે, નવા સંચાલકો દ્વારા હાલ એન.ઓ.સી. (NOC) મેળવવા, સહિતના નિયમોના પાલન માટે કાગળોની કામગીરી કરવામાં આવી રહી છે. આ વહીવટી પ્રક્રિયા જોતા હજુ પણ ચારેક મહિના સુધી રાઈડ્સ શરૂ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આમ, જામનગરના બાળકોએ મનોરંજન માટે હજુ લાંબી રાહ જોવી પડશે. માત્ર રાઈડ્સ જ નહીં, પરંતુ પાર્કમાં આવેલા સામાન્ય રમત-ગમતના સાધનો પણ હાલ બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. બાગમાં આવતા મુલાકાતીઓ માટે બેસવા માટેના બાંકડા પણ પૂરતા નથી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ મિલકત જાળવણીના અભાવે જર્જરિત થઈ રહી છે. સુવિધાઓના અભાવે પાર્કમાં આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. ​તંત્રની ધીમી ગતિને કારણે મનોરંજનના સાધનોથી વંચિત બાળકો અને વાલીઓમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે, નવી પેઢીને કોન્ટ્રાક્ટ મળી ગયો હોય તો વહીવટી મંજૂરીઓ વહેલી તકે પૂર્ણ કરી રાઈડ્સ શરૂ કરવામાં આવે. હાલ બાળકોના ઉનાળા વેકેશન શરૂ થયું છે. તેમ છતાં બાળકો આ એમ્યુઝમેન્ટ પાર્કમાં મનોરંજન માટેનની રાઈડ્સનો લ્હવો માણી શકશે. જામ્યુકો તંત્રની આ ઢીલી નિતીના કારણે બાળકોને આ વખતે મનોરંજનનો લ્હવો નહીં મળે. જેથી બાળકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. એમ્યુઝમેન્ટ પાર્કનો લાઈટીંગ ફુવારો લાંબા સમયથી બંધ હાલતમાં શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો રૂપિયાના ર્ખચે સુ-શોભન માટે લાઈટીંગ સાથેનો ફુવારો મુકવામાં આવ્યો છે. જે લાંબા સમયથી બંધ હાલતમાં છે, પાણીમાં પણ સેવાળ જામી ગયો છે. જેથી હાલ લાખોની કિંમતનો ફુવારાની હાલત અતિ ખરાબ છે.
    Click here to Read More
    Previous Article
    લોકજાગૃતિ:કોર્પોરેશન વિસ્તારમાં વેસ્ટ કલેક્શનના વાહનોમાં ગીત વગાડીને મતદાન જાગૃતિની અનોખી પહેલ
    Next Article
    ફરિયાદ:ભાજપની ફેરણીમાં SC મોરચાના પ્રમુખની પૂર્વ કાર્યકર સાથે મારામારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment