Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકજાગૃતિ:કોર્પોરેશન વિસ્તારમાં વેસ્ટ કલેક્શનના વાહનોમાં ગીત વગાડીને મતદાન જાગૃતિની અનોખી પહેલ

    4 days ago

    જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્ર દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતા વાહનોમાં મતદાન જાગૃતિનું ગીત વગાડીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત દરરોજ વિવિધ વિસ્તારોમાં ફરતી વેસ્ટ કલેક્શનની ગાડીઓમાં મતદાન જાગૃતિ ગીતો પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારીની ભાવના વિકસી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક મતદાર સુધી સરળ અને અસરકારક રીતે મતદાનનો સંદેશ પહોંચાડવાનો છે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સમાન્ય ચૂંટણીઓના તા.26-04-2026ના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ લોકો મત આપી લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપે. શહેરના તમામ વિસ્તારો તેમજ ગલીઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી કચરા ગાડીઓ કચરો લઈ લીધા બાદ પણ તે વિસ્તારમાં ઘડીક ઉભી રહે છે, જેથી લોકો ગીત સાંભળીને મતદાન કરવા માટેની વાત કરવામાં આવતી હોવાનું સમજી શકે. હાલ શહેરમાં ચાલતી કચરા ગાડીઓમાં સવારે અને સાંજે બે સમયે વિસ્તારોમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    મોટી દુર્ઘટના ટળી:શહેરમાં ટ્રાન્સફોર્મરમાં આગથી દોડધામ, વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોમાં દેકારો બોલી ગયો‎
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:શહેરનું એકપણ રાઇડ્સ વિહોણું એમ્યુઝમેન્ટ પાર્ક બન્યું વેરાન, તંત્રની ઢીલી નીતિથી બાળકો મનોરંજનથી વંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment