Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ઘનશ્યામ સોલંકી 17 વર્ષની દેશસેવા બાદ નિવૃત્ત:પરિવારજનોએ સન્માન સમારોહ યોજ્યો, રાજસ્થાનથી કાશ્મીર સુધી ફરજ બજાવી, મછલ સેક્ટરમાં 2 વર્ષ તૈનાત રહ્યા

    18 hours ago

    બોટાદના ઘનશ્યામ સોલંકી ભારતીય સેનામાં 17 વર્ષ દેશની સરહદોની સુરક્ષા કર્યા બાદ નિવૃત્ત થઈ વતન પાછા ફર્યા છે. તેમની લાંબી સેવા પૂર્ણ થતા પરિવારજનો અને સ્વજનોએ તેમનો સન્માન સમારોહ યોજ્યો હતો. ઘનશ્યામભાઈએ રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીરની સરહદ સુધી અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી હતી. જમ્મુ-કાશ્મીરના મછલ સેક્ટરમાં તેમણે બે વર્ષ સુધી મુશ્કેલ પરિસ્થિતિમાં સરહદ પર સેવા આપી હતી. સેવા દરમિયાન તેમણે દેશની સુરક્ષા સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. ઓપરેશન સિંદૂર વખતે બે દિવસ-બે રાત સતત જાગીને યુદ્ધની તૈયારી કર્યાનો અનુભવ પણ તેમણે પરિવાર સાથે શેર કર્યો હતો. 17 વર્ષની દેશસેવા પૂરી કરીને વતન પાછા ફરેલા ઘનશ્યામભાઈનું પરિવારજનોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું. ઘનશ્યામભાઈએ કહ્યું કે, “દેશની સેવા કરવી એ મારા માટે ગૌરવની વાત છે. સરહદ પર ફરજ બજાવવાનો મને ગર્વ છે.” નિવૃત્તિ બાદ ઘનશ્યામભાઈ હવે પોતાના પરિવાર સાથે વતનમાં રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની સોસાયટીમાં મકાન ખાલી કરાવવાનો મામલો:એસપી પ્રેમસુખ ડેલુનું નામ લેતા જ ભાડૂઆતે કબજો છોડ્યો
    Next Article
    મોરબી IMAમાં નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો:ડૉ. રાજેશ ફલાડીયા પ્રેસિડેન્ટ, ડૉ. ધર્મેશ ભાલોડિયા સેક્રેટરી અને જયેશ સનારિયા ખજાનચી બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment