Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIએ વેપારીઓને ₹6 લાખના સિક્કા અને નોટો આપ્યાં:ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ સુરેન્દ્રનગરમાં અજરામર ટાવરથી મહેતા માર્કેટ સુધી વિતરણ

    1 day ago

    દિવાળી પહેલાં છૂટા પૈસાની અછત દૂર કરવા SBIએ વેપારીઓને ₹6 લાખના સિક્કા અને નોટો આપ્યાં. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત બાદ આ વિતરણ કરાયું હતું. ચેમ્બરે SBI રીજનલ ઓફિસ, સુરેન્દ્રનગરના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શૈલેશભાઈ ગોહેલને રજૂઆત કરી હતી. કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર્સ અને અન્ય દુકાનોમાં ₹5, ₹10 અને ₹20ના સિક્કા તથા નોટોની અછત ન રહે તે માટે આ પગલું લેવાયું. શૈલેશભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ SBIના ચીફ મેનેજર ઇમ્રાનભાઈ જિન્દાની, ચીફ મેનેજર કેતનકુમાર કાછડીયા અને તેમની ટીમે વિતરણ કર્યું. ચેમ્બરના પ્રમુખ દિનેશભાઈ તુરખીયા અને તેમની ટીમ પણ જોડાઈ હતી. ટીમે અજરામર ટાવરથી મહેતા માર્કેટ સુધીના વિસ્તારમાં વેપારીઓને સ્થળ પર સિક્કા અને નોટો આપ્યાં. વિતરણમાં કુલ ₹6 લાખની રકમ હતી. ચેમ્બરના હોદ્દેદારોએ રજૂઆત બાદ ઝડપથી વ્યવસ્થા કરવા બદલ SBIના પ્રાદેશિક કાર્યાલયનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    રણજી ટ્રોફી- ગુજરાતના ઉર્વિલ પટલે ડબલ સેન્ચુરી ફટકારી:ત્રિપુરાના સ્પિનર્સે સૌરાષ્ટ્રને 118 રનમાં સમેટ્યું, ગોવાએ બિહારને ફોલોઓન આપ્યું
    Next Article
    નર્સિંગ-પેરામેડિકલની સરકારી સંસ્થાઓમાં 242 બેઠકો ખાલી:છઠ્ઠા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ 6 નવેમ્બર સુધી થઈ શકશે, GNMની 24 સંસ્થાઓમાં 915માંથી 836 બેઠકો ભરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment