Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્સિંગ-પેરામેડિકલની સરકારી સંસ્થાઓમાં 242 બેઠકો ખાલી:છઠ્ઠા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ 6 નવેમ્બર સુધી થઈ શકશે, GNMની 24 સંસ્થાઓમાં 915માંથી 836 બેઠકો ભરાઈ

    1 day ago

    રાજ્યમાં નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પાંચમા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ સરકારી સંસ્થાઓમાં 242 બેઠકો ખાલી પડી છે. જેને ધ્યાને લઈ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે છઠ્ઠા રાઉન્ડનું ઓનલાઈન ચોઇસ ફિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આગામી 6 નવેમ્બરના સવારે 10 વાગ્યા સુધી ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરી શકશે. પાંચમા રાઉન્ડ બાદ સરકારી સંસ્થાઓની કુલ 2,489 મંજૂર બેઠકોમાંથી 2,247 બેઠકો ભરાઈ છે, જ્યારે 242 બેઠકો ખાલી પડી છે. ખાલી પડેલી 242 બેઠકો માટે ચોઈસ ફિલિંગ કરી શકાશે ઓક્સિલરી નર્સ મિડવાઇફરી (ANM)ની 87, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી (GNM)ની 79, બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT)ની 45, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગની 19, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી (BOP)ની 8 અને બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ-લેંગ્વેજ પેથોલોજી (BASLP)ની 4 બેઠકો ખાલી પડી છે. જ્યારે GNMની 24 સંસ્થાઓમાં 915માંથી 836 ભરાઈ અને 79 બેઠકો ખાલી પડી છે. બીજી તરફ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાની તારીખ 15 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સ્ટેટ એલાઇડ હેલ્થ કાઉન્સિલ દ્વારા ફિઝિયોથેરાપી અને ઓપ્ટોમેટ્રીના અભ્યાસક્રમોની સમયમર્યાદા પણ 15 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    SBIએ વેપારીઓને ₹6 લાખના સિક્કા અને નોટો આપ્યાં:ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ સુરેન્દ્રનગરમાં અજરામર ટાવરથી મહેતા માર્કેટ સુધી વિતરણ
    Next Article
    કડીના ડરણ ગામે બંધ ભાડાના મકાનમાં તસ્કરો ત્રાટક્યા:ડાંગર વેચાણના ₹75 હજારની રોકડ ચોરાઈ, બાવલું પોલીસ મથકે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment