Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીના ડરણ ગામે બંધ ભાડાના મકાનમાં તસ્કરો ત્રાટક્યા:ડાંગર વેચાણના ₹75 હજારની રોકડ ચોરાઈ, બાવલું પોલીસ મથકે ફરિયાદ

    1 day ago

    મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામે જૂના દરબારવાસમાં રહેતા એક પરિવારે ભાડે રાખેલા નવા મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. ડાંગરનો પાક વેચીને પરિવાર દ્વારા તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવેલા રોકડા ₹75,000ની તસ્કરો ચોરી કરી ગયા હતા. સવારે જ્યારે પરિવારના સભ્ય સફાઈ માટે પહોંચ્યા ત્યારે ચોરી થયાનો પર્દાફાશ થતાં સમગ્ર મામલે બાવલું પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવા ભાડાના મકાનમાં સામાન ખસેડાયો હતો ઘટનાની વિગતો અનુસાર, કડી તાલુકાના ડરણ ગામે રહેતા અને સ્થાનિક વિકેન્ડ વિલા ખાતે નોકરી કરતા વિપુલસિંહ નટવરસિંહ વાઘેલા અને તેમના પરિવારે ગત 31 ઓક્ટોબરના રોજ ગામના જ પટેલ રમેશભાઈ પ્રહલાદભાઈનું મકાન ભાડે રાખ્યું હતું. પરિવાર દ્વારા ઘરવખરીનો અડધો સામાન આ ભાડાના મકાનમાં ખસેડીને બહારથી તાળું મારી દેવાયું હતું. જોકે પરિવારે નવા મકાનમાં હજુ કાયમી વસવાટ શરૂ કર્યો ન હતો અને રાત્રિના સમયે તેઓ પોતાના જૂના ઘરે જ સૂવા જતા હતા. ગંજ બજારમાં ડાંગર વેચીને આવેલા ₹75,000 તિજોરીના ડ્રોઅરમાં મૂક્યા હતા ગત 2 નવેમ્બરના રોજ વિપુલસિંહના પિતા નટવરસિંહ વાઘેલાએ કડી ગંજ બજાર ખાતે પોતાનો ડાંગરનો પાક વેચ્યો હતો, જે પેટે તેમને ₹75,000 રોકડા મળ્યા હતા. આ રોકડ રકમ તેમણે ભાડાના મકાનમાં રાખેલી તિજોરીના ડ્રોઅરમાં મૂકી હતી. ત્યારબાદ મકાનના અંદરના દરવાજાને તથા બહારની લોખંડની જાળીને તાળું મારી તેઓ જૂના ઘરે જતા રહ્યા હતા. સાંજે આશરે સાડા સાત વાગ્યે તેમણે મકાનની મુલાકાત લીધી ત્યારે તમામ તાળાં બરાબર હતાં. સવારે સાફ કરવા જતાં નકુચા તૂટેલા મળ્યા આજરોજ 3 નવેમ્બરની સવારે આશરે છ વાગ્યે વિપુલસિંહના માતા લીલાબા નવા મકાને સાફ-સફાઈ કરવા અને પાણી ભરવા માટે ગયા ત્યારે બહારની લોખંડની જાળી તથા અંદરના દરવાજાના નકુચા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘરની અંદર સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તેમણે તુરંત પરિવારજનોને જાણ કરતાં વિપુલસિંહ અને તેમના પિતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતાં તિજોરીના ડ્રોઅરમાં મૂકેલા ડાંગરના વેચાણના રોકડા ₹75,000 ગાયબ હતા, જ્યારે અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નહોતી. બાવલું પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી રાત્રિના સાડા સાતથી સવારના છ વાગ્યાના સમયગાળા દરમિયાન તસ્કરોએ બંધ મકાનની રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ બનાવ અંગે વિપુલસિંહ વાઘેલાની ફરિયાદના આધારે બાવલું પોલીસે અજાણ્યા ચોર શખસો સામે ગુનો નોંધી આસપાસના CCTV તેમજ બાતમીદારોની મદદથી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    નર્સિંગ-પેરામેડિકલની સરકારી સંસ્થાઓમાં 242 બેઠકો ખાલી:છઠ્ઠા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ 6 નવેમ્બર સુધી થઈ શકશે, GNMની 24 સંસ્થાઓમાં 915માંથી 836 બેઠકો ભરાઈ
    Next Article
    પેટ્રોલપંપના મેનેજર સામે ઉચાપતની ફરિયાદ:વડોદરાના પાયોનિયર પેટ્રોલ પંપના મેનેજરે હિસાબોમાં ગોટાળો કરી રૂ. 1.20 લાખની છેતરપિંડી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment