Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ટાટમ ગામે વૃક્ષારોપણ કર્યું:'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત 120 વૃક્ષોનું વાવેતર કરાયું

    20 hours ago

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામની મુલાકાત લીધી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.વરસાદી વાતાવરણ વચ્ચે ટાટમ ગામે રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્યો મહંત શંભુનાથ ટુંડિયા અને ઉમેશ મકવાણા, તેમજ ટાટમ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલના હસ્તે પીપળાના રોપાનું વાવેતર કરીને કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. તેમણે વૃક્ષોની નિયમિત સારસંભાળ અને જતન કરવાનો સંકલ્પ અપાવ્યો હતો. ગ્રામજનોના સહયોગથી આશરે ૧૨૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મરવું ન જોઈએ. વૃક્ષો મનુષ્ય સહિત અસંખ્ય જીવોને જીવન આપે છે. વૃક્ષોમાંથી ઓક્સિજન, ફળ-ફૂલ, ઔષધિઓ અને પંખીઓ માટે આશ્રય મળે છે. તેમણે વૃક્ષ વાવવા અને તેનું જતન કરવાને પુણ્યનું કાર્ય ગણાવ્યું હતું. તેમણે ગ્રામજનોને પરિવારના સભ્યોના જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. રાજ્યપાલે માત્ર વૃક્ષ વાવી દેવાને બદલે તેની નિયમિત સારસંભાળ અને જતન કરવા પર ભાર મૂક્યો હતો.રાજ્યપાલે પ્રેરણાદાયી સંદેશ આપતાં કહ્યું કે, "વૃક્ષને માત્ર ત્રણ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓને સાચવશે." તેમણે ઓક્સિજનના મહત્વ પર ભાર મૂકી સૌને પ્રકૃતિના રક્ષક બની વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, ધારાસભ્યો મહંત શંભુનાથજી ટુંડિયા અને ઉમેશ મકવાણા, જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામી અને સંજય ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેર, નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદના કષ્ટભંજન મંડળે પાંજરાપોળને રૂ. 52,000 આપ્યા:પાળીયાદ મહાજન પાંજરાપોળને પશુ ભોજન માટે અનુદાન મળ્યું
    Next Article
    ઘોઘાના વાવડી પાસેથી 50 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયો:બાવળની કાંટમાં વિદેશી દારૂનું કટિંગ; ખાટડી, સીદસર, કમળેજ અને ભાવનગરના 5 શખ્સો સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment