Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભારે પવનથી સિરામિક ઉદ્યોગને મોટું નુકસાન:50 હજારથી 5 લાખ સુધીનું નુકસાન, કારખાનાઓના શેડના પતરા ઉડ્યા

    6 days ago

    મોરબીમાં ગુરુવારે ભારે પવન ફૂંકાતા સિરામિક કારખાનાઓને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદ પહેલા આવેલા આ પવનના કારણે કારખાનાઓના શેડના પતરા ઉડી ગયા હતા. મોટાભાગના કારખાનેદારોને ₹50,000 થી ₹5 લાખ સુધીનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં કુલ 650 જેટલા સિરામિક કારખાના આવેલા છે. હાલમાં ગેસની અછતને કારણે તેમાંથી લગભગ 450 કારખાના બંધ છે. ગુરુવારે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલા ભારે પવનથી આ ઉદ્યોગને પણ અસર થઈ છે. સિરામિક ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ અને હળવદ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા મોટાભાગના સિરામિક કારખાનાઓના શેડના પતરા ઉડી ગયા છે. સદનસીબે, કારખાના બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. અન્ય સિરામિક ઉદ્યોગપતિ ધવલભાઈ રાંકજાએ માહિતી આપતા જણાવ્યું કે, ભારે પવનથી ખેતી અને ઉદ્યોગ બંનેને નુકસાન થયું છે. મોરબીના સિરામિક કારખાનાઓમાં શેડના પતરા તૂટવા કે ઉડી જવાના કારણે પ્રત્યેક કારખાનેદારને ₹50,000 થી ₹5 લાખ સુધીનું નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં કારીગર કાર્નિવલનો પ્રારંભ:નેશનલ સ્કિલ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન
    Next Article
    AMCએ જાહેર કરી દેશની પ્રથમ ઈનોવેશન પોલિસી:અમદાવાદ બનશે સ્ટાર્ટઅપ્સની 'લિવિંગ લેબોરેટરી'; પાંચ વર્ષ માટે 250 કરોડનું ફંડ અને ટેક્સમાં 50% રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment