Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણજી ટ્રોફી- ગુજરાતના ઉર્વિલ પટલે ડબલ સેન્ચુરી ફટકારી:ત્રિપુરાના સ્પિનર્સે સૌરાષ્ટ્રને 118 રનમાં સમેટ્યું, ગોવાએ બિહારને ફોલોઓન આપ્યું

    1 day ago

    રણજી ટ્રોફી 2026-27ના બીજા દિવસે બેટર્સનું વર્ચસ્વ જોવા મળ્યું. ગુજરાતના ઉર્વિલ પટેલ, પંજાબના સનવીર સિંહ અને તમિલનાડુના પ્રદોષ રંજન પૉલે બેવડી સદી ફટકારી. પંજાબે આંધ્ર પ્રદેશ સામે 592 રન બનાવીને ઇનિંગ્સ ડિક્લેર કરી. તો ગુજરાતે 534/9 અને તમિલનાડુએ 571/7ના સ્કોર પર પોતાનો ઇનિંગ્સ ડિક્લેર કરી. બોલિંગમાં ત્રિપુરાના સ્પિનરો પરવેઝ સુલતાન અને સંદીપ સરકારે સૌરાષ્ટ્રને માત્ર 118 રનમાં સમેટી દીધું. ગોવાએ બિહારને 107 રનમાં ઓલઆઉટ કરીને ફોલોઑન રમવા માટે મજબૂર કર્યું. પંજાબના ત્રણ બેટર્સે સદી ફટકારી, ટીમ 592 સુધી પહોંચી આંધ્ર પ્રદેશ સામે પંજાબની બેટિંગમાં ત્રણ સદી ફટકારી. સનવીર સિંહે પ્રથમ દિવસના અણનમ 100 રનને આગળ વધારતાં બેવડી સદી પૂરી કરી. સલિલ અરોરાએ 375 બોલમાં 205 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 22 ચોગ્ગા સામેલ હતા. ઈમનજોત સિંહ ચહલે 150 બોલમાં 122 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. દસમા ક્રમે ઉતરેલા સુખદીપ સિંહ બાજવાએ પણ 38 રનની અણનમ ઝડપી ઇનિંગ રમી. આ ઇનિંગ્સના આધારે પંજાબે 9 વિકેટે 592 રન બનાવીને દાવ જાહેર કર્યો. ગુજરાતના ઉર્વિલે 227 બોલમાં બનાવ્યા 210 રન ગુજરાતના વિકેટકીપર બેટર ઉર્વિલ પટેલે 227 બોલમાં અણનમ 210 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 17 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થયો. તેની સાથે વિશાલ જયસવાલે 77 રન બનાવ્યા. ગુજરાતે 9 વિકેટે 534 રન બનાવીને ઇનિંગ્સ ડિક્લેર કરી. તમિલનાડુના પ્રદોષની બેવડી સદી તમિલનાડુના પ્રદોષ રંજન પૉલે પણ પોતાની બેવડી સદી પૂરી કરી. સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા અજિત રામે સદી ફટકારી. બંનેની ઇનિંગ્સના આધારે તમિલનાડુએ 7 વિકેટે 571 રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન સાઈ કિશોરે ઇનિંગ્સ જાહેર કરી દીધી. કર્ણાટકે આસામ પર 361 રનની સરસાઈ મેળવી કર્ણાટકે બીજા દિવસે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટે 496 રન બનાવી લીધા. કે.વી. અનીશે અણનમ 142 રન બનાવ્યા. અનશ્વર ગૌતમે 83 અને માનવંત કુમારે અણનમ 53 રનનું યોગદાન આપ્યું. આ રીતે કર્ણાટકની સરસાઈ 361 રનની થઈ ગઈ. ઉત્તર પ્રદેશના ઓપનરોએ ઇનિંગ્સ સંભાળી બડોદાના 355 રનના જવાબમાં ઉત્તર પ્રદેશના ઓપનર્સ આદર્શ સિંહ અને માધવ કૌશિકે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 55 ઓવર સુધી બેટિંગ કરી. આદર્શ 96 અને માધવ 90 રન બનાવીને અણનમ રહ્યા હતા. વિદર્ભના કેપ્ટને સદી ફટકારી, ભૂટે 97 રને આઉટ નાગપુરમાં વિદર્ભની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી 4 વિકેટે 56 રન બનાવ્યા હતા. બીજા દિવસે કેપ્ટન અક્ષય વાડકરે સદી ફટકારીને ઇનિંગ્સ સંભાળી હતી, પરંતુ સદી પૂરી કર્યા બાદ ઈજાને કારણે તેમને રિટાયર હર્ટ થવું પડ્યું હતું. આઠમા ક્રમે ઉતરેલા નચિકેત ભૂટેએ 111 બોલમાં 97 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા હતા. જમ્મુ-કાશ્મીરના ઓપનર્સે રાહત અપાવી ડિફેન્ડિંગ ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરના બોલરો પુડુચેરીને પ્રથમ ઇનિંગ્સમાં 385 રન બનાવતા રોકી શક્યા નહોતા. પુડુચેરીએ દિવસની શરૂઆત 6 વિકેટે 261 રનથી કરી હતી. જવાબમાં જમ્મુ-કાશ્મીરના ઓપનર્સ કમરાન ઇકબાલ 68 અને શુભમ ખજૂરિયા 80 રન બનાવીને અણનમ રહ્યા હતા. ઉત્તરાખંડના નિશ્ચલએ 376 બોલ રમ્યા દેહરાદૂનમાં હરિયાણા સામે ઉત્તરાખંડ તરફથી ઓપનર દેવ નિશ્ચલે અણનમ 148 રન બનાવ્યા. તેમણે 376 બોલ રમ્યા અને 62.4 ઓવર સુધી ક્રિઝ પર ટકી રહ્યો. તેનો સ્કોર હરિયાણાની સમગ્ર ટીમના કુલ સ્કોરથી માત્ર 5 રન ઓછો હતો. રાજસ્થાને હિમાચલ સામે 222 રનની લીડ મેળવી રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ વચ્ચેની મેચમાં પ્રથમ દિવસે બંને ટીમો પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દિવસે રાજસ્થાને સંભાળીને બેટિંગ કરી. ઓપનર રોહન રાજબારે 140 અને મહિપાલ લોમરોરે 97 રન બનાવ્યા. આ ઇનિંગ્સના આધારે રાજસ્થાને પોતાની લીડ 222 રન સુધી પહોંચાડી દીધી. મુંબઈએ 396 રન બનાવ્યા રેલવે સામે મુંબઈએ પ્રથમ દિવસે 6 વિકેટે 247 રન બનાવ્યા હતા. બીજા દિવસે આકાશ આનંદ અને શમ્સ મુલાનીએ ફિફ્ટી ફટકારીને ટીમને 396 રન સુધી પહોંચાડી. દોસેજા અને મેથ્યુએ દિલ્હીનો સંભાળ્યો સર્વિસિસના 266 રનના જવાબમાં દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી. આયુષ દોસેજાએ 78 રન બનાવીને ઇનિંગને સંભાળી. સાતમા ક્રમે આવેલા સુમિત મેથ્યુએ અણનમ 80 રન બનાવ્યા અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. ત્રિપુરાના સ્પિનર્સે સૌરાષ્ટ્રને 118 રનમાં સમેટ્યું પ્રથમ ઇનિંગ્સમાં ત્રિપુરાએ 268 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ માત્ર 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ડાબોડી સ્પિનર પરવેઝ સુલતાને 5 વિકેટ ઝડપી, જ્યારે ઑફ સ્પિનર સંદીપ સરકારે 4 વિકેટ મેળવી. ગોવાએ બિહારને ફોલોઑન આપ્યું ગોવાના 19 વર્ષીય ઑફ સ્પિનર યશ કસાવંસર અને 34 વર્ષીય ઝડપી બોલર વાસુકી કૌશિકે 3-3 વિકેટ ઝડપી. બિહારની ટીમ 107 રનમાં સમેટાઈ ગઈ. ત્યારબાદ ગોવાએ તેને ફરીથી બેટિંગ કરવા માટે બોલાવ્યું. ક્રિકેટમાં તેને ફોલોઑન કહેવામાં આવે છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 5 વિકેટ ઝડપી છત્તીસગઢ સામે હૈદરાબાદની ટીમ બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 9 વિકેટે 275 રન બનાવી શકી. છત્તીસગઢે દિવસની શરૂઆત 7 વિકેટે 279 રનથી કરી હતી અને માત્ર 5 રન ઉમેરીને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 84 રન આપીને 5 વિકેટ ઝડપી. હૈદરાબાદ હજુ પણ પ્રથમ ઇનિંગ્સમાં 9 રન પાછળ હતું.
    Click here to Read More
    Previous Article
    Raquel Rodriguez Recalls Having A Crush On John Cena Before Their WWE Match
    Next Article
    SBIએ વેપારીઓને ₹6 લાખના સિક્કા અને નોટો આપ્યાં:ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ સુરેન્દ્રનગરમાં અજરામર ટાવરથી મહેતા માર્કેટ સુધી વિતરણ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment