Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્સ્યોરન્સ પોલિસીના વળતર મામલે SBI લાઈફના મેનેજર પર હુમલો:ગ્રાહકે સમરસ હોસ્ટેલ પાસે મેનેજરને માર મારી જાનથી મારવાની ધમકી આપી, ₹18 લાખના ચેક પડાવ્યા

    8 hours ago

    ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે ઈન્સ્યોરન્સ પોલિસીમાં ધાર્યા મુજબનું વળતર ન મળવાના આક્રોશમાં એસબીઆઈ (SBI) લાઈફ ઈન્સ્યોરન્સના બ્રાન્ચ મેનેજરને યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલ પાસે બોલાવી મારપીટ કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગ્રાહકે મેનેજરને અપશબ્દો બોલી, લાફા મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને ડરાવી-ધમકાવીને ₹18 લાખના બે ચેક લખાવી લીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર બ્રાન્ચ મેનેજરે ગ્રાહક સામે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ₹15 લાખના રોકાણ સામે ઓછું વળતર મળતાં વિવાદ બનાવની વિગતો અનુસાર, ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા અવધ અયોધ્યાનગરમાં રહેતા અને હાલ વડોદરા ખાતે SBI લાઈફ ઇન્સ્યોરન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા અભયભાઇ હર્ષદરાય જોષીએ આ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2021માં અભયભાઇ જ્યારે બોટાદ બ્રાન્ચમાં મેનેજર હતા, ત્યારે ભાવનગરના એડવાઇઝર મોહીદીપસિંહ ગોહીલ મારફતે ગ્રાહક શક્તિસિંહ કાળુભા ડાભી (રહે. હાદાનગર, ભાવનગર) એ ₹1-1 લાખની ત્રણ પોલિસીમાં 5 વર્ષ સુધી મળીને કુલ ₹15 લાખનું રોકાણ કર્યું હતું. એડવાઇઝરે ગ્રાહકને મૌખિક રીતે 15 ટકા વળતર મળવાની વાત કરી હતી, પરંતુ વર્તમાન સમયમાં શેરબજાર ડાઉન હોવાના કારણે શક્તિસિંહ ડાભીને અંદાજે માત્ર 6 ટકા જેટલું જ વળતર મળ્યું હતું. સમરસ હોસ્ટેલ પાસે બોલાવી મારપીટ કરી ₹18 લાખના ચેક પડાવ્યા ધાર્યા કરતાં ઓછું વળતર મળતાં ઉશ્કેરાયેલા ગ્રાહક શક્તિસિંહ ડાભીએ ગત તારીખ 4 જુલાઈ 2026ના રોજ મેનેજર અભયભાઇ જોષીને યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલ પાસે મળવા બોલાવ્યા હતા. ત્યાં શક્તિસિંહે મેનેજર સાથે ઉગ્ર બોલાચાલી કરીને જણાવ્યું હતું કે, "જો મને પૂરું વળતર નહીં મળે તો તને જાનથી મારી નાખીશ." આ ધમકી આપવાની સાથે જ ગ્રાહકે બ્રાન્ચ મેનેજરને અપશબ્દો બોલીને ગડદાપાટુનો મૂઢમાર માર્યો હતો. હુમલાથી ગભરાઈ ગયેલા મેનેજર પાસે આરોપી શક્તિસિંહે બળજબરીપૂર્વક ₹9-9 લાખના બે બેંક ચેક (કુલ ₹18 લાખ) પર સહી કરાવીને પડાવી લીધા હતા. આ ઘટના અંગે ભોગ બનનાર બ્રાન્ચ મેનેજરે નીલમબાગ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી શક્તિસિંહ કાળુભા ડાભી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351(2) and 351(3) મુજબ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દહેજ એક્સપ્રેસ-વે પર કેમિકલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:ટેન્કરમાંથી સ્ટાયરીન કેમિકલની ચોરી કરતા ડ્રાઇવરો અને સ્થાનિક ખરીદદારો વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ
    Next Article
    જનતા ત્રસ્ત અને નેતાઓ મસ્ત?:મોટા વરાછામાં ભાજપના કોર્પોરેટરની 'ખમણ પાર્ટી'નો વીડિયો વાયરલ થતાં વિવાદ; નેતાઓએ આપી સ્પષ્ટતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment