Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનતા ત્રસ્ત અને નેતાઓ મસ્ત?:મોટા વરાછામાં ભાજપના કોર્પોરેટરની 'ખમણ પાર્ટી'નો વીડિયો વાયરલ થતાં વિવાદ; નેતાઓએ આપી સ્પષ્ટતા

    9 hours ago

    સુરત શહેરમાં આકાશી આફતના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-2 (મોટા વરાછા) વિસ્તારનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટર મનુ બલર અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ એકસાથે મળીને 'ખમણ પાર્ટી' (નાસ્તો) કરતા નજરે પડી રહ્યા છે. એક તરફ શહેરમાં ભારે વરસાદને કારણે પ્રજા હાલાકી ભોગવી રહી છે ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓનો આવો વીડિયો સામે આવતા વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. જો કે, વિવાદ વધતા જ ભાજપના સ્થાનિક નેતાઓએ આ મામલે સ્પષ્ટતા રજૂ કરી છે. સોશિયલ મીડિયા પર જનતાનો ભારે આક્રોશ ગઈકાલે વરાછા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. અનેક લોકોને સવારનો નાસ્તો કે જમવાનું પણ નસીબ થયું નહોતું. આવી ગંભીર સ્થિતિ વચ્ચે નેતાઓનો નાસ્તો કરતો વીડિયો વાયરલ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. નેટિઝન્સે કટાક્ષ કરતા લખ્યું હતું કે, "સુરતની જનતા પાણીમાં ત્રસ્ત છે અને ભાજપના નેતા નાસ્તો કરવામાં મસ્ત છે." પુરના પાણીથી પરેશાન સ્થાનિક લોકોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો બાળાપો કાઢ્યો હતો. "આ પિકનિક નહોતી, માત્ર ટૂંકો વિરામ હતો": ધીરુ માંગરોળીયા વિવાદ વ્યાપક બનતા ભાજપના નેતા ધીરુ માંગરોળીયાએ આ વીડિયો પાછળનું સાચું કારણ જણાવી સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર જે વીડિયો ફરતો થયો છે તે 7 જુલાઈની સવારે આશરે 10.30 વાગ્યાની આસપાસનો છે. આ કોઈ પિકનિક કે મોજમસ્તી માટેનું આયોજન નહોતું, પરંતુ સતત ફરજ બજાવ્યા બાદ કાર્યકરોએ લીધેલો એક ટૂંકો વિરામ હતો." તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા બે દિવસોથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી મોટા વરાછાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વોર્ડ નંબર-2ના કોર્પોરેટર મનુ બલર અને ભાજપના કાર્યકર્તાઓની આખી ટીમ સવારથી જ જમીની સ્તરે ઉતરીને લોકસેવા અને રાહતની કામગીરીમાં જોતરાઈ હતી. સવારથી જ ધોધમાર વરસાદમાં ભીંજાઈને સતત ફિલ્ડ વર્ક કર્યા બાદ કાર્યકર્તાઓ ખૂબ જ થાકી ગયા હોવાથી ફરી એનર્જી મેળવવા માટે ટીમના તમામ સભ્યોએ સાથે મળીને હળવો નાસ્તો કર્યો હતો. આ નાસ્તો પત્યા બાદ તરત જ આખી ટીમ જરાય સમય બગાડ્યા વિના ફરીથી અલગ-અલગ વિસ્તારોમાં સ્થાનિકોની સમસ્યાઓ ઉકેલવા રવાના થઈ ગઈ હતી. આપત્તિના સમયે ટાર્ગેટ કરવા યોગ્ય નથી: સ્થાનિક હોદ્દેદારો રાજકીય વર્તુળોમાં આ વીડિયોને લઈને ભલે અનેક ચર્ચાઓ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા હોય, પરંતુ સ્થાનિક ભાજપ હોદ્દેદારોનું કહેવું છે કે આપત્તિના સમયે પણ જે લોકો જનતાની વચ્ચે રહીને સતત કામ કરે છે, તેમને આ પ્રકારે નકારાત્મક રીતે ટાર્ગેટ કરવા તે બિલકુલ યોગ્ય નથી. હાલમાં મોટા વરાછા વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે અને મનપાની ટીમ સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્સ્યોરન્સ પોલિસીના વળતર મામલે SBI લાઈફના મેનેજર પર હુમલો:ગ્રાહકે સમરસ હોસ્ટેલ પાસે મેનેજરને માર મારી જાનથી મારવાની ધમકી આપી, ₹18 લાખના ચેક પડાવ્યા
    Next Article
    ક્રાઈમ બ્રાન્ચે ધારીગુંદાળી સીમમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી.:જૂનાગઢમાં રાજસ્થાનના બુટલેગરોની સ્વીફ્ટ કારમાંથી 1396 નંગ વિદેશી દારૂના ચપટા સાથે 3 શખ્સો ઝડપાયા, કુલ 8.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment