Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઈમ બ્રાન્ચે ધારીગુંદાળી સીમમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી.:જૂનાગઢમાં રાજસ્થાનના બુટલેગરોની સ્વીફ્ટ કારમાંથી 1396 નંગ વિદેશી દારૂના ચપટા સાથે 3 શખ્સો ઝડપાયા, કુલ 8.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

    11 hours ago

    જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી-વિદેશી દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે જૂની ધારીગુંદાળી ગામમાં આવેલા 66 કે.વી. સબ સ્ટેશનની પાછળ સીમ વિસ્તારના રસ્તા પાસે અમુક ઇસમો ગેરકાયદેસર રીતે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરી રહ્યા છે.જેને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ધારીગુંદાળી સીમમાં દરોડો પાડી રાજસ્થાનના બુટલેગરોની સ્વીફ્ટ કારમાંથી 1,396 નંગ વિદેશી દારૂના ચપટા ઝડપી પાડ્યા છે. આ કામગીરીમાં પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે જ્યારે 1 શખ્સ ફરાર થયો છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ 8,63,161 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખેતરાઉ કાચા રસ્તાની ગોળાઈ નજીક એક સફેદ કલરની સ્વીફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં ઊભી હતી. આ કારમાંથી ત્રણ શખ્સો કાળા કલરના પ્લાસ્ટિકના ઝબલાની હેરફેર કરી રહ્યા હોવાનું નજરે પડતા પોલીસે કોઈ પણ મોડું કર્યા વગર તુરંત જ તેમને ચારેય તરફથી ઘેરીને ઘટના સ્થળે જ પકડી પાડ્યા હતા.ત્યારબાદ પોલીસે સ્વીફ્ટ કારની પાછળની સીટ, ડેકી તેમજ જમીન પર પડેલા પ્લાસ્ટિકના ઝબલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની પ્લાસ્ટિકની બોટલો એટલે કે ચપટાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના ચપટા નંગ 1396 જપ્ત કર્યા હતા, જેની કિંમત 2,53,161 રૂપિયા થાય છે. દારૂના આ જથ્થા સાથે પોલીસે બુટલેગરોની પૂછપરછ શરૂ કરી હતી. ​પોલીસે આ દરોડા દરમિયાન ઘટના સ્થળેથી રાજસ્થાન રાજ્યના ત્રણ બુટલેગરોની અટકાયત કરી છે, જેમાં 22 વર્ષીય અનિલ બાબુલાલ કાલુરામ બિશ્નોઈ, 23 વર્ષીય ભુપેન્દ્ર ખીયારામ ઠાકરારામજી ગોદારા બિશ્નોઈ અને 21 વર્ષીય દિનેશકુમાર ઘમારામ ભાગીરથજી બિશ્નોઇનો સમાવેશ થાય છે. આ સિવાય સોમારડી ગામના અશોકકુમાર પવાર બિશ્નોઈ નામના અન્ય એક આરોપીને ફરાર જાહેર કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ​ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર કાર્યવાહીમાં દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી 5,00,000 રૂપિયાની સફેદ સ્વીફ્ટ કાર અને 1,10,000 રૂપિયાની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન સહિત કુલ 8,63,161 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અટકાયત કરાયેલા ત્રણેય શખ્સો સામે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો નોંધી ભેસાણ પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જનતા ત્રસ્ત અને નેતાઓ મસ્ત?:મોટા વરાછામાં ભાજપના કોર્પોરેટરની 'ખમણ પાર્ટી'નો વીડિયો વાયરલ થતાં વિવાદ; નેતાઓએ આપી સ્પષ્ટતા
    Next Article
    તાપીમાં એક જ કારને બે વાર અકસ્માત નડ્યો:ઉચ્છલ-નિઝર હાઈવે પર બોલેરો પીકઅપે કારનો કચ્ચરઘાણ વાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment