Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં એક જ કારને બે વાર અકસ્માત નડ્યો:ઉચ્છલ-નિઝર હાઈવે પર બોલેરો પીકઅપે કારનો કચ્ચરઘાણ વાળ્યો

    12 hours ago

    તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. ટોકરવા ગામની સીમમાં એક કિઆ સોનેટ કારને થોડા કલાકોના અંતરે બે અલગ-અલગ વાહનોએ ટક્કર મારી હતી. બીજા અકસ્માતમાં બોલેરો પીકઅપે કારને પાછળથી ટક્કર મારતા તે આગળ ઉભેલા કન્ટેનર પાછળ ઘુસી ગઈ, જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. આ અંગે ઉચ્છલ પોલીસ મથકે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢના સર્વોદય નગરમાં રહેતા રોહિતભાઈ સંભાજીભાઈ કોળીના માતા-પિતા સવારે કિઆ સોનેટ કાર (GJ-26-AE-0703) લઈને મહારાષ્ટ્રના શાહદા તરફ જઈ રહ્યા હતા. સવારે આશરે ૭:૧૫ વાગ્યે ટોકરવા ગામની સીમમાં ટેકરો ઉતરતી વખતે પેશાબ કરવા માટે તેમણે કાર રોડની સાઈડમાં પાર્ક કરી હતી. આ દરમિયાન એક ટાટા કંપનીના બંધ બોડી કન્ટેનર (DD-01-G-9202) એ કારને ડ્રાઈવર સાઈડમાં ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કન્ટેનર ચાલક અંબિકા પ્રસાદ યાદવ સાથે નુકસાનીના વળતર અંગે વાતચીત કરવા માટે ફરિયાદી રોહિત કોળી પણ સોનગઢથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અકસ્માતગ્રસ્ત કારને થોડી રિવર્સ લઈને પોલીસ બેરિકેટ પાસે રોડની સાઈડમાં સુરક્ષિત રીતે પાર્ક કરી હતી અને કન્ટેનર ચાલક સાથે ચર્ચા કરી રહ્યા હતા. બંને પક્ષો વચ્ચે સવારના અકસ્માત અંગે વાતચીત ચાલુ જ હતી, તે દરમિયાન બપોરે આશરે ૨:૧૫ વાગ્યે હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રના જલગાંવ (ચોપડા) તરફથી આવતી એક મહિન્દ્રા બોલેરો પીકઅપ (MH-19-CX-3706) ના ચાલક ભુષણ કૈલાસ કોળીએ પોતાના વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ સાઈડમાં પાર્ક કરેલી કિઆ સોનેટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડની સાઈડમાં ઉભેલા પહેલા અકસ્માતવાળા બંધ બોડી કન્ટેનરની પાછળના ભાગે ઘસડાઈને દબાઈ ગઈ. આ ડબલ અકસ્માતને કારણે સોનેટ કારને ભારે નુકસાન થયું છે. કારનું બોનેટ, બમ્પર, આખું એન્જિન, બંને હેડલાઈટ, પાછળનો દરવાજો, ડેકી અને નંબર પ્લેટ સંપૂર્ણપણે તૂટીને વેરવિખેર થઈ ગયા. સદનસીબે આ ઘટના સમયે કારની અંદર કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    ક્રાઈમ બ્રાન્ચે ધારીગુંદાળી સીમમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી.:જૂનાગઢમાં રાજસ્થાનના બુટલેગરોની સ્વીફ્ટ કારમાંથી 1396 નંગ વિદેશી દારૂના ચપટા સાથે 3 શખ્સો ઝડપાયા, કુલ 8.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
    Next Article
    149મી જગન્નાથ રથયાત્રામાં અનોખી પરંપરા:આ વર્ષે ભગવાન જગન્નાથજીના થશે બે મામેરા, 25 વર્ષ બાદ જૂના મોસાળમાં ફરી શરૂ થશે ઐતિહાસિક વિધિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment