Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    149મી જગન્નાથ રથયાત્રામાં અનોખી પરંપરા:આ વર્ષે ભગવાન જગન્નાથજીના થશે બે મામેરા, 25 વર્ષ બાદ જૂના મોસાળમાં ફરી શરૂ થશે ઐતિહાસિક વિધિ

    13 hours ago

    અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી 149મી શ્રી જગન્નાથજી રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષની રથયાત્રા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની રહેશે, કારણ કે લગભગ ૨૫ વર્ષના લાંબા સમયગાળા બાદ સરસપુરના પ્રાચીન રણછોડરાયજી મંદિર એટલે કે ભગવાનના 'જૂના મોસાળ'માં મામેરાની ઐતિહાસિક પરંપરા ફરી જીવંત થવા જઈ રહી છે. આ નૂતન નિર્ણયને પગલે આ વર્ષે ભગવાન જગન્નાથજીના એક નહીં પરંતુ બે-બે મામેરા યોજાશે. 25 વર્ષ બાદ પરંપરા કેમ થઈ જીવંત? વર્ષો પહેલાં જગ્યાના અભાવે અને અનિવાર્ય કારણોસર જૂના મોસાળમાં મામેરાની પરંપરા બંધ કરવી પડી હતી. જો કે, આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા આ સદીઓ જૂની પરંપરાને પુનઃ જીવંત કરવાનો હર્ષોલ્લાસભેર નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે નિયમિત યજમાન દ્વારા કરવામાં આવતા પરંપરાગત મામેરા ઉપરાંત, હવે નવા અને પ્રાચીન રણછોડરાયજી મંદિર તરફથી અલગ-અલગ એમ બે મામેરા ભગવાનને અર્પણ કરવામાં આવશે. 11 અને 12 જુલાઈએ મામેરાના વિશેષ દર્શન સરસપુરના પ્રાચીન મોસાળમાં આગામી 11 અને 12 જુલાઈના રોજ ભાવિક ભક્તો માટે આ ઐતિહાસિક અને અલૌકિક મામેરાના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન માટે તૈયાર થઈ રહેલી વિશેષ ભેટ સોગાદો: આ તમામ દિવ્ય અલંકારો અને ઘરેણાં અમદાવાદના જાણીતા અને કુશળ કારીગરો દ્વારા ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. 16 જુલાઈએ મહાપ્રસાદનું ભવ્ય આયોજન રથયાત્રાના દિવસે એટલે કે 16 જુલાઈના રોજ જ્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર (મોસાળ) પધારશે, ત્યારે ભક્તો માટે મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં દેશભરમાંથી અનેક સાધુ-સંતો, મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા સરસપુરના સ્થાનિક નાગરિકો સહિત દેશ-વિદેશના તમામ ભાવિકોને આ પાવન અને ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા તથા દર્શન-પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં એક જ કારને બે વાર અકસ્માત નડ્યો:ઉચ્છલ-નિઝર હાઈવે પર બોલેરો પીકઅપે કારનો કચ્ચરઘાણ વાળ્યો
    Next Article
    બીલીમોરામાં પૂરમાં 22 વિસ્થાપિતોને ભોજન-મેડિકલ સહાય:નગરપાલિકા અને જલારામ ટ્રસ્ટ દ્વારા દેસરા પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment