Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ એક્સપ્રેસ-વે પર કેમિકલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:ટેન્કરમાંથી સ્ટાયરીન કેમિકલની ચોરી કરતા ડ્રાઇવરો અને સ્થાનિક ખરીદદારો વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ

    7 hours ago

    ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દહેજ એક્સપ્રેસ-વે પરથી કેમિકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. બે ટેન્કરમાંથી સ્ટાયરીન કેમિકલની ચોરી કરતા ડ્રાઇવરો અને સ્થાનિક ખરીદદારો વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસ મુજબ, સુરતના હજીરાથી BASF ઇન્ડિયા લિમિટેડ, દહેજ ખાતે સ્ટાયરીન કેમિકલ પહોંચાડવા નીકળેલા બે ટેન્કરના ડ્રાઇવરો દહેજ એક્ઝિટ રોડ પર ઊભા રહ્યા હતા. અહીં પાલેજના સમીર ઉર્ફે સત્તાર અને તેના સાગરિતો પીકઅપ વાહન સાથે પહોંચ્યા હતા. ટેન્કરના વાલ્વ ખોલી કેમિકલ કેરબામાં ભરવાની કામગીરી ચાલી રહી હતી. પોલીસે દરોડો પાડતા 18 કેરબામાં ભરાયેલા અંદાજે 630 લિટર સ્ટાયરીન કેમિકલ સાથે બે ડ્રાઇવરો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, ચોરી કરાયેલા દરેક કેરબા બદલ ડ્રાઇવરોને રૂ. 2,000 મળવાના હતા. કંપની સુધી પહોંચે તે પહેલાં જ માલમાંથી કેમિકલ કાઢી ગેરકાયદેસર વેચવાનો આ ગોઠવાયેલો કારોબાર ચાલતો હોવાનું પોલીસ માની રહી છે. આ કેસમાં પોલીસે બે ટેન્કર, એક પીકઅપ વાહન, ચોરી કરાયેલ કેમિકલ અને અન્ય સાધનો સહિત કુલ રૂ. 1.08 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાલેજના સમીર ઉર્ફે સત્તાર, તેનો સાગરિત ભગત અને સંપર્ક કરાવનાર ડ્રાઇવર સરતાજને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Bankipur By-Election: Prashant Kishor के खिलाफ BJP ने Abhishek Banti को क्यों चुना? RJD | Congress
    Next Article
    ઈન્સ્યોરન્સ પોલિસીના વળતર મામલે SBI લાઈફના મેનેજર પર હુમલો:ગ્રાહકે સમરસ હોસ્ટેલ પાસે મેનેજરને માર મારી જાનથી મારવાની ધમકી આપી, ₹18 લાખના ચેક પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment