Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેશપલટો કરી ગમે ત્યાંથી આરોપીઓ શોધતી સુરત પોલીસને લૂંટારાઓએ હંફાવી:SBIમાં 50 લાખ લૂંટનારી ટોળકીના બાઇક મળ્યા, વરાછામાંથી જ સ્પ્લેન્ડર ચોરીને લૂંટને અંજામ આપ્યાનો ઘટસ્ફોટ

    8 hours ago

    સુરતના લંબે હનુમાન રોડ સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલ, 2026ની ભરબપોરે થયેલી રોકડ 50 લાખની લૂંટના આરોપીઓને 7 દિવસે પણ પોલીસ પકડી શકી નથી. વેશપલટો કરીને ઉત્તરપ્રદેશથી આરોપીઓ શોધી લાવતી પોલીસને નકાબ વિના ત્રાટકેલા લૂંટરાઓએ હંફાવી દીધી છે. પોલીસને પાંચમાં દિવસે કીમ નજીકના કન્યાસી ગામના એક ખેતરમાંથી લૂંટારૂઓએ ઉપયોગમાં લીધેલી ત્રણ બાઈકો મળી આવી હતી. પોલીસ તપાસમાં અપાચે તેલંગાણાની, સ્પલેન્ડર સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પલ્સરના ચેસિસ નંબર આરોપીઓએ ઘસી નાખતા એન્જિન નંબરના આધારે તપાસ કરાઇ છે. પોલીસ દ્વારા આગામી બે દિવસમાં લૂંટનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળે તેવી શક્યતા છે. પોલીસે મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પોલીસે ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છેકે, પોલીસે અત્યાર સુધીમાં બેંકના કર્મચારી સહિત 25 લોકોના નિવેદન નોંધ્યા છે. લૂંટારુઓને શોધવા 8 ટીમોએ આકાશ-પાતાળ એક કર્યા સુરત શહેર સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની કુલ 8 જેટલી ટીમો છેલ્લા પાંચ દિવસથી ખુલ્લા ચહેરા સાથે બેંકમાં લૂંટ કરનાર આરોપીઓને પકડવા પરસેવો પાડી રહી છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને લૂંટના પાંચમાં દિવસે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવતા કીમ નજીકના કન્યાસી ગામના એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી સ્પ્લેન્ડર, અપાચે અને પલ્સર આ ત્રણેય બાઈક બિનવારસી હાલતમાં મળી આવતા કબજે કરી હતી. પોલીસ દ્વારા નંબર પ્લેટ નકલી હોઈ ચેસિસ અને એન્જિન નંબરને આધારે આ બાઈક્સના માલિક કોણ હોઈ શકે તેની પણ વિગતો મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ચેસિસ નંબરના આધારે અપાચે તેલંગાણાની હોવાનું બહાર આવ્યું હતું અને સ્પલેન્ડર સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરી કરી હતી. જ્યારે પલ્સરના ચેસિસ નંબર આરોપીઓએ હાર્ડ વસ્તુથી ઘસી નાખતા દેખાઈ રહ્યા નથી તેથી એન્જિન નંબરના આધારે તપાસ ચાલુ કરાઇ છે. પોલીસે આ લૂંટમાં ઉપયોગ કરાયેલી બાઈકો તો શોધી કાઢી પરંતુ આરોપીઓને પકડવામાં નાકે દમ આવી ગયો છે. શાતિર દિમાગી લૂંટારુઓએ પોલીસથી બચવા ટેક્નિકલ પુરાવા નાશ કરી દીધા હતા. આમ, લૂંટારુઓ પોલીસને હંફાવી રહ્યા છે. આ સાથે પોલીસે મહારાષ્ટ્ર સહિત આસપાસના રાજ્યોમાં પણ ધામા નાખ્યા છે. જ્યારે આગામી બે-ત્રણ દિવસમાં જ પોલીસને આ લૂંટનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળે તેવી આશંકા છે. અત્યાર સુધીમાં 25ના નિવેદન લેવાયા પોલીસ દ્વારા બેંકમાં લૂંટની ઘટના બાદથી જ બેંકના સ્ટાફની પૂછપરછ કરી હતી. ઘટના સમયે હાજર બેંકના ટોપ ટુ બોટમ કર્મચારીઓની વારાફરતી પૂછતાછ કરવા સાથે સમગ્ર ઘટનાક્રમની પળપળની વિગતો પણ મેળવાઇ રહી છે. લૂંટ સમયે બેંકમાં હાજર ગ્રાહકોના પણ નિવેદન લેવાયા હતા. અત્યાર સુધીમાં 25ના નિવેદન લેવાયા હોવાનું જાણવા મળે છે. CCTVની ઉલટ તપાસ કરતા એક લીડ મળી મળતી માહિતી પ્રમાણે, પોલીસ દ્વારા આ ટોકળીને સીસીટીવી ફૂટેજના આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામથી વાલક જંક્શન થઈ ઉંમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતાં. CCTV કેમેરાના આધારે પોલીસની તપાસ સાયણ સુધી પહોંચી હતી. જ્યારે અન્ય એક ટીમ સીસીટીવીની ઊલટ તપાસ કરી રહી હતી. આ દરમિયાન એક લીડ મળી હતી કે, આ લૂંટારૂઓ રાંદેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હોવાની જાણકારી મળી હતી. આ સમાચાર પણ વાંચો: SBI 50 લાખ લૂંટ કેસમાં નવા CCTV સામે આવ્યા, રોકડ ભરેલી પેટી 5 મિનિટમાં ઉઠાવી ગયા આરોપીઓ દોઢ મહિનાથી નાના રૂમમાં ભાડે રહેતા હતા પોલીસે આ મામલે તપાસ કરતા તમામ આરોપીઓ એક નાના રૂમમાં એક સાથે ભાડે રહેતા હતા. છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી અહીં ભાડે રહેતા હતા. ત્યાર બાદ વેડરોડ વિસ્તારમાં આવેલા પંડોળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 10 દિવસ નાની રૂમમાં થયા હતા. આ સાથે જ છેલ્લા 17 દિવસથી વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની રેકી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ સાથે જ હજારો કિલોમીટર દૂરથી સુરતમાં માત્ર બેંક લૂંટવા આવ્યા હોય તે પ્રકારની પણ શક્યતા હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. લૂંટારુઓએ 3 અલગ-અલગ રૂટનો ઉપયોગ કર્યો હતો લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય બાઇક લઈને નીકળેલા લૂંટારુઓ અત્યંત શાતિર મગજના હતા. તેઓ બરાબર જાણતા હતા કે બેંકમાં લૂંટ કર્યા પછી સુરત પોલીસ તાત્કાલિક શહેરમાં નાકાબંધી કરી દેશે અને તમામ હાઇવે તથા શહેરના CCTV કેમેરા ચેક કરશે. આથી, પોલીસને સીધો ચકમો આપવા માટે અને ટ્રેસિંગથી બચવા માટે તેઓએ એકસાથે એક જ રસ્તે ભાગવાના બદલે શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારના રૂટ પસંદ કર્યા હતાં. ત્રણેય રૂટ પરથી પસાર થઈને તેઓ ભેગા મળીને સુરતના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતાં. ઓળખ છુપાવવા ત્રણેય બાઈકના ચેસીસ નંબર ઘસી નાખ્યા પોલીસ કાફલો જ્યારે કન્યાસી ગામના આ દોઢ કિલોમીટર દૂર આવેલા ખેતરમાં પહોંચી અને બાઇકનો કબજો લીધો, ત્યારે તપાસ કરતા અનુભવી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ લૂંટારુઓ એટલા બધા શાતિર અને ચાલાક હતા કે તેઓ કોઈપણ સંજોગોમાં પોતાની ઓળખ છતી થવા દેવા માંગતા ન હતા. સામાન્ય રીતે પોલીસ વાહનના એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે વાહનના અસલી માલિક અને ત્યાંથી ગુનેગારો સુધી આસાનીથી પહોંચી જતી હોય છે. પરંતુ આ કેસમાં, આરોપીઓએ અગાઉથી જ કોઈ અત્યંત કઠણ અને ઘન પદાર્થનો ઉપયોગ કરીને ત્રણેય બાઈકના ચેસીસ નંબર બરાબર રીતે ઘસી નાખ્યા હતા. ચેસીસ નંબર એટલી હદે નાશ પામ્યા છે કે તેને ઓળખવા લગભગ અશક્ય બની ગયા છે. ફેક નંબર પ્લેટનું ષડયંત્ર, બાઇક અન્ય રાજ્યથી લઈ આવ્યા હતા આરોપીઓ માત્ર ચેસીસ નંબર ઘસીને જ અટક્યા ન હતા, પરંતુ તેઓએ પોલીસની તપાસને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરવા માટે એક બીજો મોટો પ્લાન પણ ઘડ્યો હતો. ઘટનાસ્થળેથી મળેલી ત્રણેય બાઈક પર જે નંબર પ્લેટ લગાડવામાં આવી હતી તે ત્રણેય નંબર પ્લેટ સદંતર ખોટી અને બોગસ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ત્રણેય બાઇક પર લાગેલા ખોટા નંબર ખરેખર ગુજરાતના જ આરટીઓ (RTO) પાસિંગના છે. પરંતુ ટેકનિકલ તપાસ અને ગુપ્ત બાતમીદારોની મદદથી હાલ પોલીસને પાક્કી માહિતી જાણવા મળી છે કે આ ત્રણેય બાઇક વાસ્તવમાં ગુજરાતની છે જ નહીં, પરંતુ અન્ય રાજ્યમાંથી અહીં લાવવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા અને વલસાડના નિર્દોષ લોકોના વાહન નંબરોનો ઉપયોગ ખોટી નંબર પ્લેટ પર લખેલા નંબર ગુજરાતના ત્રણ અલગ-અલગ મોટા શહેરો અને જિલ્લાઓને લગતા હોવાનું સામે આવ્યું છે. હાલ જે નંબર છે તેના પ્રમાણે ગુજરાતના આરટીઓ ડેટાબેઝમાં આ ત્રણે બાઈક નંબર અસ્તિત્વમાં છે. તપાસમાં અમદાવાદ, વડોદરા અને વલસાડ જિલ્લાના પાસિંગ નંબર મળી આવ્યા છે. એટલે કે, જે બાઈક સુરતમાં લૂંટ માટે વપરાઈ, તેના પર અમદાવાદ, વડોદરા અને વલસાડના કોઈ નિર્દોષ નાગરિકના વાહનનો નંબર લગાવવામાં આવ્યો હતો. આનાથી એ સ્પષ્ટ થાય છે કે ગુનેગારો ગુજરાતના વાહન ડેટાથી પરિચિત હતા અને પોલીસને માત્ર ગુજરાત પૂરતી જ ગોળ-ગોળ ફેરવવાનો તેમનો ઇરાદો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની સંયુક્ત તપાસનો ધમધમાટ આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બાઈક કયા રાજ્યમાંથી આ લોકો સુરત સુધી લઈને આવ્યા હતા, બાઇક અસલમાં કોની છે અને સુરતમાં તેઓને આશરો આપનાર કોઈ સ્થાનિક વ્યક્તિ છે કે કેમ તે અંગેની સઘન તપાસ હાલ ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ખેતરમાંથી બાઇક મળ્યા બાદ હવે પોલીસ પાસે એક અત્યંત મહત્વની અને નક્કર લીડ હાથ લાગી છે, જેને આધારે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને લૂંટારુઓના મૂળ સુધી પહોંચવામાં સુરત પોલીસને બહુ જલ્દી મોટી સફળતા મળી શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હાઈટેક ટેકનોલોજીથી CCTVમાંથી આરોપીના ફોટા મેળવ્યા શહેર પોલીસની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ બેંક રોબરીનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચનાં પાંચ પીઆઇ અને 10 પીએસઆઇની ટીમ રાઉન્ડ ધી ક્લોક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી CCTV ફૂટેજમાંથી તેમના સ્પષ્ટ ફોટા પણ કાઢ્યા છે. આ ફોટોગ્રાફ ઉત્તર ભારતનાં તમામ રાજ્યોની પોલીસને તેનું સ્કેનિંગ કરવા માટે મોકલી આપ્યા હતા. આ સાથે જ લૂંટારૂઓ બેંક સુધી આવ્યા અને લૂંટ કરી ભાગ્યા તે દિશામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો: SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા કડી મહત્વની સાબિત થશે? 250થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે જ પોલીસ તપાસમાં કેટલીક મહત્વની લીડ મળી હતી. આ લીડને ફોલો કરતા કરતા પોલીસે લૂંટારૂઓ ક્યાં રોકાયા હતા તે સ્થળ શોધી કાઢ્યું હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારૂ ટોળકીના આશ્રયસ્થાન તથા આસપાસમાં કરાયેલી તપાસમાં તેઓની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એવી મહત્વની કડી પોલીસે મેળવી હોવાની માહિતી મળી રહી છે. મહત્વની કડીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ લૂંટારૂઓ સુધી પહોંચશે એવો આશાવાદ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. 11 માર્ચે એલાર્મ સિસ્ટમનું ઓકે રિપોર્ટ, છતાં કટોકટીના સમયે નિષ્ફળ સુરતના વરાછા વિસ્તારમાં બેંકમાં થયેલી રૂ. 50 લાખની લૂંટના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. લૂંટ સમયે બેંકના કર્મચારીએ બઝર બટન દબાવ્યું હોવા છતાં તે વાગ્યું ન હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા કર્મચારી બઝર દબાવતો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. 11મી માર્ચના રોજ બેંકના તમામ સિક્યુરિટી એલાર્મનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ પણ 'ઓકે' આપવામાં આવ્યો હતો, છતાં કટોકટીના સમયે જ આ સિસ્ટમ નિષ્ફળ સાબિત થતાં અનેક સવાલો ઊભા થયા છે. મેનેજર સહિત 7 લોકોનાં નિવેદન લેવાયા, નિવેદનોમાં વિરોધાભાસની ચકાસણી શરૂ લૂંટના આ ગંભીર મામલે પોલીસે હવે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા બેંક મેનેજર સહિત કુલ 7 લોકોનાં સત્તાવાર નિવેદન નોંધવામાં આવ્યાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આપેલા નિવેદનોમાં કોઈ વિરોધાભાસ છે કે કેમ તે અંગે પણ પોલીસે ઝીણવટભરી ચકાસણી હાથ ધરી છે, જેથી લૂંટ પાછળની વાસ્તવિક હકીકત અને કોઈપણ પ્રકારની આંતરિક બેદરકારી કે ભૂમિકા હોય તો તેનો પર્દાફાશ થઈ શકે છે. સુરત SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ, એક્સક્લૂઝિવ CCTV સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે દિવસદહાડે હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. 5થી 6 જેટલા લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    કંઠી પહેરાવવા બહાર કાઢતા દીકરી રડી:કહ્યું- એક્ઝામમાં મોડું થાય છે, લોકો બોલ્યા પરીક્ષા બગાડો છો; સુરતમાં NEETની પરીક્ષામાં વાલીનો હોબાળો
    Next Article
    સુરતના 27 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓનું ભાવિ કંડારાશે:AI કેમેરાની બાજ નજર અને ફેસ રેકગ્નિશનના હાઈટેક સુરક્ષા કવચ વચ્ચે આજે NEET-UG પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment