Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના 27 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓનું ભાવિ કંડારાશે:AI કેમેરાની બાજ નજર અને ફેસ રેકગ્નિશનના હાઈટેક સુરક્ષા કવચ વચ્ચે આજે NEET-UG પરીક્ષા

    9 hours ago

    તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વની એવી NEET-UG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આજે સુરત શહેરના 27 કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત અને અત્યાધુનિક ટેકનોલોજીના નિરીક્ષણ હેઠળ યોજાઈ રહી છે. સુરતમાંથી આ વર્ષે કુલ 10,317 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગેરરીતિ શૂન્ય કરવા માટે આ વખતે ઝીરો લીક પોલિસી અને હાઈટેક મોનિટરિંગ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. 27 કેન્દ્રો પર AI સંચાલિત સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થામાં આ વર્ષે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ જોવા મળી રહ્યો છે. તમામ 27 કેન્દ્રો પર AI સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સોફ્ટવેર એટલું સક્ષમ છે કે જો કોઈ વિદ્યાર્થી કે નિરીક્ષક શંકાસ્પદ હિલચાલ કરશે, તો તુરંત જ કેન્દ્રીય કંટ્રોલ રૂમને એલર્ટ પહોંચી જશે. આ ઉપરાંત, ફેસિયલ રેકગ્નિશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા વિદ્યાર્થીની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી કોઈ અન્ય વ્યક્તિ પરીક્ષા આપવા બેસી ન શકે. 5G જામર દ્વારા મોબાઈલ અને બ્લૂટૂથ સિગ્નલને બ્લોક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીનું હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટર વડે ફ્રિશિંગ NTAએ સ્પષ્ટ સૂચના આપી છે કે, બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ ઉમેદવારને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષા બપોરે 2:00થી 5:20 દરમિયાન ચાલશે. જે વિદ્યાર્થીઓ ધાર્મિક કે પરંપરાગત પોશાક (જેમ કે બુરખા કે પાઘડી) પહેરવાના હોય, તેમને વહેલા એટલે કે 12:30 વાગ્યા સુધીમાં પહોંચવાની તાકીદ કરાઈ છે, જેથી તેમનું સઘન ચેકિંગ થઈ શકે. દરેક વિદ્યાર્થીનું હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટર (HHMD) વડે ફ્રિશિંગ કરવામાં આવશે. ‘જેટલું મને આવડે છે એવા વાળા ક્વેશચન્સ હું રાઈટ કરીને આવું’ પરીક્ષાર્થી જિયા જિગર ભટ્ટે જણાવ્યું હતું કે, મેં ટોટલ મારા NEET-UG ની એક્ઝામ માટે ફૂલ 11th-12th ની મહેનત કરેલી છે. મતલબ જેટલું મારાથી મારું 100% બેસ્ટ અપાય એવી રીતેની મહેનત છે. બસ હવે એક્ઝામના જે ત્રણ કલાક છે જે મારું અને મારા સાથે 22 લાખ એસ્પિરન્ટ્સનું ફ્યુચર ડિસાઈડ કરશે. બસ આ ત્રણ કલાકમાં જે મને પેનિકનેસ ના થાય અને જેટલું મને આવડે છે એવા વાળા ક્વેશચન્સ હું રાઈટ કરીને આવું, બાકી પછી ભગવાન સાથે જ છે બધાને એટલે સારું જ જશે. ‘અમે અમારું 100% બેસ્ટ આપીને જ આવીએ’ પરીક્ષાર્થી દરજી વંશિકાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી NEET UG ની પ્રિપરેશન કરું છું. અમારા જે ઇન્સ્ટિટ્યૂટ છે એમને અમને એવી રીતના પ્રિપેર કર્યા છે, એટલા હાર્ડ ક્વેશ્ચન્સ કરાવ્યા છે કે અમે હવે ક્વેશ્ચન કોઈપણ આવે અમે એટલીસ્ટ અમે એને સોલ્વ કરવાની હિંમત તો કરી શકીએ. અમે ન્યા ગભરાશું નહીં અને હવે અમે વિચારીએ છે કે અમે અમારું 100% બેસ્ટ આપીને જ આવીએ. પેન સહિત ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અંદર લઈ જઈ શકાશે નહીં પરીક્ષા ખંડમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા ડ્રેસ કોડનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે વિદ્યાર્થીઓએ અડધી સ્લીવના આછા રંગના કપડાં પહેરવાના રહેશે. મોટા બટન, ફૂલ સ્લીવ કે ભરતકામવાળા કપડાં પર પ્રતિબંધ છે. બૂટ અને મોજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. માત્ર સાદા ચપ્પલ કે ઓછી હીલના સેન્ડલ જ માન્ય ગણાશે. કાનની બુટ્ટી, ચેઈન, વીંટી કે અન્ય ઘરેણાં પહેરવા પર મનાઈ છે. મોબાઈલ, વોચ, કેલ્ક્યુલેટર, પેન, કાગળ કે કોઈ પણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અંદર લઈ જઈ શકાશે નહીં. પેન પણ કેન્દ્ર પરથી જ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વેશપલટો કરી ગમે ત્યાંથી આરોપીઓ શોધતી સુરત પોલીસને લૂંટારાઓએ હંફાવી:SBIમાં 50 લાખ લૂંટનારી ટોળકીના બાઇક મળ્યા, વરાછામાંથી જ સ્પ્લેન્ડર ચોરીને લૂંટને અંજામ આપ્યાનો ઘટસ્ફોટ
    Next Article
    स्टेडियम पर हो रहे राष्ट्रगान पर भी नहीं रुका पुलिस वाला लोगों ने वीडियो सोशल मीडिया पर दी वायरल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment