Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:કન્યાસી ગામમાં આરોપીએ પોલીસ પર બંદૂક તાણી તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી

    15 hours ago

    સુરતના વરાછા બ્રાન્ચની SBI બેંકમાં થયેલી રૂા. 50 લાખની લૂંટના કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર મુખ્ય આરોપી શુભમે ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સુરત ગ્રામ્યના કન્યાસી ગામ પાસે હથિયાર રિકવરીની પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનામાં, એસીપી કિરણ મોદીએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમના બંને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હથિયાર રિકવરી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન હુમલો લૂંટ કેસમાં સાત દિવસના રિમાન્ડ પર રહેલા આરોપીઓ શુભમ અને વિકાસને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસના ભાગરૂપે કન્યાસી ગામે પહોંચી હતી. પૂછપરછમાં શુભમે કબૂલાત કરી હતી કે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ તેણે ખેતર પાસે છુપાવ્યા છે. પોલીસ જ્યારે ખાડી નજીકથી આ વસ્તુઓ રિકવર કરી રહી હતી, ત્યારે તકનો લાભ ઉઠાવી શુભમે અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી અને ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એસીપી કિરણ મોદી દ્વારા સ્વબચાવમાં વળતી કાર્યવાહી આ ઓચિંતા હુમલાને પગલે એસીપી કિરણ મોદીએ તાત્કાલિક સતર્ક થઈને સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો. એસીપી દ્વારા છોડવામાં આવેલી ગોળી આરોપીના બંને પગની આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે શુભમ ગંભીર રીતે ઘાયલ થઈ નીચે પટકાઈ પડ્યો હતો. પોલીસે તુરંત જ ઈજાગ્રસ્ત આરોપીને ઝડપી પાડી સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કર્યો હતો. લૂંટના આરોપીને ઈજાગ્રસ્ત હાલતમાં કસ્ટડીમાં લેવાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે આ હિંસક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એસીપીની સતર્કતાને કારણે પોલીસ ટીમ પર થયેલો હુમલો નિષ્ફળ રહ્યો હતો અને લૂંટના મુખ્ય આરોપીને ઈજાગ્રસ્ત હાલતમાં ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કુંદને બિહારની જેલમાંથી સુરતની SBIમાં 50 લાખની લૂંટ કરાવી ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછામાં આવેલી SBI બેંકમાં 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી 50 લાખની લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી હતી. કુંદન જેલમાં હોવા છતાં એક ખાસ એપના માધ્યમથી તે લૂંટારુઓને સૂચનાઓ આપતો હતો. 10 બેંકની બ્રાન્ચની રેકી કરી, ચૂંટણીનો સમય પસંદ કર્યો લૂંટારુઓએ સુરતની અંદાજે 10 બેંક શાખાઓની રેકી કરી હતી, જેમાં વરાછાની SBI શાખા પસંદ કરી. તેનું કારણ એ હતું કે ત્યાં મેટ્રો કન્સ્ટ્રક્શનના કારણે ટ્રાફિક ઓછો રહેતો હતો. લૂંટ માટે સુરત મનપાની ચૂંટણીનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. ચૂંટણીના બીજા દિવસે જ્યારે પોલીસ ફોર્સ ફિલ્ડ પર ઓછી હોય, તે જ દિવસે લૂંટને અંજામ આપી તેઓ ભાગી છૂટ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓના પોર્ટલના ડેટા સાથે CCTV મેચ કર્યા આ લૂંટારુઓ એટલા બેખૌફ હતા કે લૂંટ સમયે ચહેરા પણ છુપાવ્યા નહોતા. સીસીટીવીમાં તેમના ચહેરા સ્પષ્ટ દેખાતા હતા. જેથી કેન્દ્રીય એજન્સીઓના ખાસ પોર્ટલમાં રહેલા ગુનેગારોના ડેટા સાથે સીસીટીવી ફૂટેજ મેચ કરતા જ એક પછી એક તમામ લૂંટારુઓની ઓળખ છતી થઈ હતી. એકબીજાથી અજાણ લૂંટારુઓ, એક વ્યક્તિના 5-5 ઉપનામ આ લૂંટમાં સામેલ લૂંટારુઓ એકબીજાને ઓળખતા નહોતા. તેમની ઓળખ છુપાવવા માટે દરેકને 4 થી 5 અલગ-અલગ ઉપનામો આપવામાં આવ્યા હતા. સુરતના એક શખ્સને તેમને લેવા-મૂકવાની જવાબદારી સોંપાઈ હતી. ઓળખ માટે રિસીવરને લૂંટારુનો આખો ફોટો આપવાને બદલે માત્ર તેના માથાના નીચેના ભાગની તસવીર મોકલવામાં આવતી હતી, જેના આધારે તેમને રિસીવ કરવામાં આવતા હતા. મધ્યપ્રદેશના બોગસ દસ્તાવેજો અને નકલી આઈડીનો ખેલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું હતું કે તમામ આરોપીઓના ઓળખ કાર્ડ મધ્યપ્રદેશમાંથી બનાવવામાં આવ્યા હતા. આ બોગસ દસ્તાવેજોમાં માત્ર તસવીર જ સાચી હતી, બાકી નામ, સરનામું અને નંબર બધું જ નકલી હતું. આ તમામ આરોપીઓના ડોક્યુમેન્ટ્સ એક જ જગ્યાએથી તૈયાર કરવામાં આવ્યા હતા. લૂંટના 45 મિનિટ પહેલા ગ્રાહક બનીને બેંકમાં ઘૂસ્યા, સ્ટાફના ફોટો પાડ્યા લૂંટના દિવસે લૂંટારુઓ 45 મિનિટ વહેલા બેંકમાં પહોંચી ગયા હતા. તેઓએ ગ્રાહક હોવાનો ઢોંગ કર્યો અને અંદર બેઠેલા તમામ કર્મચારીઓની તસવીરો લીધી હતી. કોણ ક્યાં બેસે છે તેનું નિરીક્ષણ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે, જેમના ફોન ચાલુ નહોતા તેઓ પણ ફોન પર વાત કરવાનો દેખાવ કરીને બેંકની અંદર રેકી કરી રહ્યા હતા. લૂંટ બાદ શુભમ હિંમતનગરથી ભાગી અયોધ્યા પહોંચ્યો લૂંટ કર્યા બાદ તમામ આરોપીઓ બાઈક છોડીને હિંમતનગર સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી અલગ-અલગ દિશામાં છૂટા પડ્યા હતા. આરોપી શુભમ યુપીના રાયબરેલી પહોંચ્યો હતો અને ત્યાંથી વિકાસ નામના શખ્સના સંપર્ક દ્વારા 98 હજાર રૂપિયા ઓનલાઈન મેળવ્યા હતા. શુભમ સતત 7 દિવસ સુધી ઠેકાણા બદલતો રહ્યો, પણ અંતે અયોધ્યા આશ્રમ નજીકથી તેને ઝડપી લેવાયો હતો. શુભમ પર મર્ડર સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 1000 CCTV ચેક કર્યા ને 1500 KM દૂરથી ઝડપ્યા ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચના 7 PI અને 100 પોલીસ જવાનોની ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે 1000થી વધુ CCTV તપાસ્યા હતા. જેમાં લૂંટમાં વપરાયેલી ત્રણ બાઈક (સ્પ્લેન્ડર, પલ્સર, અપાચે) પર નકલી નંબર પ્લેટો હોવાનું ખુલ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને કુંદન ભગત ગેંગના સભ્ય શુભમ કુમાર ઠાકુરની કડી મળી હતી. પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સતત ત્રણ દિવસ સુધી લોકેશન બદલતા શુભમને અયોધ્યાથી દબોચી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    દારૂ પીધા વિના નીતુ કપૂર ઊંઘી નહોતા શકતા:રિશી કપૂરના નિધન પછી માનસિક રીતે ભાંગી પડ્યા, લોકોના ટ્રોલ કર્યા બાદ ખૂબ દુઃખી થયા
    Next Article
    જૂનાગઢ વિલિંગ્ડન ડેમ પર સિંહ દર્શન:જૂનાગઢમાં ગરમીનો પારો વધતા વન્યજીવો જળાશયો તરફ વળ્યા: વિલિંગ્ડન ડેમના કાંઠે સિંહ પરિવારે જમાવ્યો અડ્ડો, પ્રવાસીઓ રોમાંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment