Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ વિલિંગ્ડન ડેમ પર સિંહ દર્શન:જૂનાગઢમાં ગરમીનો પારો વધતા વન્યજીવો જળાશયો તરફ વળ્યા: વિલિંગ્ડન ડેમના કાંઠે સિંહ પરિવારે જમાવ્યો અડ્ડો, પ્રવાસીઓ રોમાંચિત

    13 hours ago

    જૂનાગઢમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ વન્યજીવો ઠંડકની શોધમાં જળાશયો તરફ વળ્યા છે. ગિરનારની તળેટીમાં આવેલા ઐતિહાસિક વિલિંગ્ડન ડેમના કિનારે ત્રણ સિંહો આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વનરાજાના આ અદભૂત અંદાજને જોઈ પ્રવાસીઓ અભિભૂત થયા હતા, જ્યારે વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે સ્થળ પર ખડેપગે પહેરો ગોઠવ્યો છે. ​જૂનાગઢમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાતા મનુષ્યોની જેમ હવે પશુ-પક્ષીઓ પણ ઠંડક શોધવા મજબૂર બન્યા છે. ગિરનારની ગોદમાં આવેલો અને પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણાતો વિલિંગ્ડન ડેમ અત્યારે વન્યજીવો માટે આશ્રયસ્થાન બન્યો છે. ગરમીથી બચવા માટે ત્રણ સિંહોનો એક પરિવાર ડેમના કાંઠે આરામ ફરમાવતો જોવા મળ્યો હતો, જે દ્રશ્ય જોઈને ત્યાં હાજર પ્રવાસીઓ દંગ રહી ગયા હતા. ​ઉનાળાની રજાઓમાં ફરવા નીકળેલા સહેલાણીઓ માટે આ નજારો કોઈ મોટી ભેટ સમાન રહ્યો હતો. ધમધખતા તાપ વચ્ચે ડેમના કિનારે જંગલના રાજાને નિશ્ચિંત અંદાજમાં બેઠેલા જોઈ પ્રવાસીઓ રોમાંચિત થયા હતા અને આ અદભૂત દ્રશ્યોને પોતપોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સિંહોની આ હાજરીને કારણે ડેમ પર આહલાદક અને રોમાંચક વાતાવરણ સર્જાયું હતું. ​ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક વિલિંગ્ડન ડેમ ખાતે પહોંચી ગઈ હતી. સિંહો અને પ્રવાસીઓ વચ્ચે સુરક્ષિત અંતર જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વનકર્મીઓનો સ્ટાફ ત્યાં ખડેપગે તૈનાત કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા સિંહ પરિવારની હિલચાલ પર સતત ડ્રોન અને ફિલ્ડ સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. ​જૂનાગઢનું આ દ્રશ્ય પ્રકૃતિ અને વન્યજીવો વચ્ચેના અતૂટ સંબંધની પ્રતીતિ કરાવે છે. હાલમાં વન વિભાગે પ્રવાસીઓને સાવચેત રહેવા અને સિંહોની નજીક ન જવા અપીલ કરી છે. જળાશયોમાં પાણીની ઉપલબ્ધતાને કારણે ગરમીના દિવસોમાં સિંહો અવારનવાર આવા વિસ્તારોમાં જોવા મળતા હોય છે, પરંતુ લોકપ્રિય પ્રવાસન સ્થળ પર વનરાજાનો આ અંદાજ ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:કન્યાસી ગામમાં આરોપીએ પોલીસ પર બંદૂક તાણી તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી
    Next Article
    ​જૂનાગઢના વિલીંગ્ડન ડેમની કૂંડી પર નહાવા ગયા ને કાળ ભેંટ્યો:મિત્રોની નજર સામે જ ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ, એકનો મૃતદેહ મળ્યો; અન્ય બેની શોધખોળ શરુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment