Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​જૂનાગઢના વિલીંગ્ડન ડેમની કૂંડી પર નહાવા ગયા ને કાળ ભેંટ્યો:મિત્રોની નજર સામે જ ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ, એકનો મૃતદેહ મળ્યો; અન્ય બેની શોધખોળ શરુ

    12 hours ago

    જૂનાગઢના પ્રખ્યાત વિલીંગ્ડન ડેમની કૂંડીમાં નહાવા પડેલા સાત મિત્રોમાંથી ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ ઘટનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય બે મિત્રોની શોધખોળ માટે ફાયર વિભાગ અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. તમામ યુવાનો પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે.​ જૂનાગઢના વિલીંગ્ડન ડેમ ખાતે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો પ્રાપ્ત વિગતો અનુસાર 7 જેટલા પરપ્રાંતીય યુવાનોનો સમૂહ ડેમની કૂંડીમાં નહાવા માટે આવ્યો હતો. ન્હાતી વખતે અચાનક ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેની સાથે આવેલા અન્ય ચાર મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા પરંતુ, પોતાની નજર સામે જ ત્રણ મિત્રોને ડૂબતા જોઈ તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. આ ​ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા પાણીમાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ પણ બે યુવાનો પાણીમાં ગુમ હોવાથી તેમની શોધખોળ માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું ​પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે યુવાનોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નહાવાની મજા સજામાં ફેરવાતા સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ વિલિંગ્ડન ડેમ પર સિંહ દર્શન:જૂનાગઢમાં ગરમીનો પારો વધતા વન્યજીવો જળાશયો તરફ વળ્યા: વિલિંગ્ડન ડેમના કાંઠે સિંહ પરિવારે જમાવ્યો અડ્ડો, પ્રવાસીઓ રોમાંચિત
    Next Article
    મોડાસામાં વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી:બોડી પ્રોફાઇલ કેમ્પ અને સેવાભાવીઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment