Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી:બોડી પ્રોફાઇલ કેમ્પ અને સેવાભાવીઓનું સન્માન કરાયું

    10 hours ago

    ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અરવલ્લી જિલ્લા શાખા, મોડાસા દ્વારા ૮ મેના રોજ 'વિશ્વ રેડક્રોસ દિવસ'ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે ૮ મેના રોજ રેડક્રોસના સ્થાપક હેન્રી ડ્યુનાન્ટના જન્મદિવસ નિમિત્તે તેમની સેવાઓને બિરદાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસને 'વિશ્વ થેલેસેમિયા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે, રેડક્રોસ સેવા સપ્તાહ દરમિયાન મોડાસા શાખા દ્વારા એક પેથોલોજી લેબોરેટરી બોડી પ્રોફાઇલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો અને વિવિધ લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા હતા. લેબોરેટરી ટીમે સંતોષકારક રિપોર્ટ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સેવાભાવી મહાનુભાવોના સન્માન સમારંભનું પણ આયોજન કરાયું હતું. રેડક્રોસને હંમેશા પ્રોત્સાહન આપનાર ડો. કંદર્પ એસ. પ્રજાપતિ (ખુશ્બુ ગાયનેક હોસ્પિટલ), ડો. એમ.એમ. લાલા (શિફા ગાયનેક હોસ્પિટલ), કટલરી કરિયાણા શરાફી મંડળીના હોદ્દેદારો ઈસ્માઈલભાઈ દાદુ, પંકજભાઈ બુટાલા, રમણભાઈ પ્રજાપતિ તેમજ ભાગ્યલક્ષ્મી કોલેજના દામિનીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી મોડાસા દ્વારા પધારેલા મહેમાનોનું ફૂલછડી, શાલ અને મોમેન્ટોથી સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. ચેરમેન વનિતાબેન પટેલે પ્રાસંગિક પ્રવચન આપતા રેડક્રોસ દિવસની માહિતી આપી અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં રેડક્રોસના સેક્રેટરી રાકેશભાઈ જોષી, કારોબારી સભ્યો અરવિંદભાઈ શ્રીમાળી, મુકેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ, ડો. દીપ્તિબેન ઉપાધ્યાય, ડો. સુભાષચંદ્ર પંડ્યા, જયેન્દ્રભાઈ પંડ્યા, સ્ટાફ ગણ અને નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ​જૂનાગઢના વિલીંગ્ડન ડેમની કૂંડી પર નહાવા ગયા ને કાળ ભેંટ્યો:મિત્રોની નજર સામે જ ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ, એકનો મૃતદેહ મળ્યો; અન્ય બેની શોધખોળ શરુ
    Next Article
    વેરાવળમાં રઘુવંશી સમાજ બોક્સ ટુર્નામેન્ટ યોજશે:યુવાનોને વ્યસનમુક્ત રાખવા, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો હેતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment