Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રઘુવંશી સમાજ બોક્સ ટુર્નામેન્ટ યોજશે:યુવાનોને વ્યસનમુક્ત રાખવા, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો હેતુ

    9 hours ago

    વેરાવળ ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા યુવાનોને વ્યસનમુક્ત રાખવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના શુભ હેતુથી એક ભવ્ય બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 9 મે, 2026ના રોજ શનિવારે રાત્રે 10:30 કલાકે યોજાશે. દીપકભાઈ મહેતા અને આકાશભાઈ રાયઠ્ઠઠા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ ફક્ત લોહાણા સમાજના યુવાનો માટે છે, જેમાં અંદાજિત છ યુવા ટીમો ભાગ લેવા ઉત્સુક છે. કુલ 60 જેટલા રઘુવંશી લોહાણા સમાજના યુવાનોએ ભાગ લેવા માટે નોંધણી કરાવી છે. વિજેતા ટીમને ટ્રોફી ઉપરાંત પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે રઘુવંશી સમાજના અગ્રણીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવશે, જેથી લોકો ઘરે બેઠા આ રોમાંચક મેચનો લાભ લઈ શકે. આયોજકોએ તમામ સમાજના યુવાનો, વડીલો અને અગ્રણીઓને આ ભવ્ય ટુર્નામેન્ટ નિહાળવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી:બોડી પ્રોફાઇલ કેમ્પ અને સેવાભાવીઓનું સન્માન કરાયું
    Next Article
    ધ્રોલમાં તાળા-ચાવી રિપેરના બહાને ચોરી કરનાર ઝડપાયો:LCBએ ₹4.57 લાખના મુદ્દામાલ સાથે MPના શખ્સને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment