Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલમાં તાળા-ચાવી રિપેરના બહાને ચોરી કરનાર ઝડપાયો:LCBએ ₹4.57 લાખના મુદ્દામાલ સાથે MPના શખ્સને દબોચ્યો

    8 hours ago

    જામનગર LCB પોલીસે ધ્રોલમાં તાળા-ચાવી રિપેર કરવાના બહાને લાખોની ચોરી કરનાર મધ્યપ્રદેશના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિત કુલ ₹4.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવ ધ્રોલના પડધરી નાકા પાસે વાણીયા ચોકમાં બન્યો હતો. જાનીબેન ભુડીયાના ઘરની તિજોરીનો લોક ખરાબ થઈ ગયો હતો. ગત 24 એપ્રિલ, 2026ના રોજ શેરીમાંથી પસાર થતા એક અજાણ્યા સરદારજીને તેમણે લોક રિપેર કરવા બોલાવ્યા હતા. લોક રિપેર કરતી વખતે આ શખ્સે ચાલાકી વાપરી જાનીબેનને તેલ લેવા મોકલ્યા હતા. તેમની નજર ચૂકવી કબાટમાં રાખેલ સોનાનો હાર, પેન્ડલ અને ચાંદીના સાંકળા-કંડુ સહિત કુલ ₹4.36 લાખના દાગીનાની ચોરી કરી તે ફરાર થઈ ગયો હતો. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ઘટનાસ્થળના CCTV ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ સરદારજી નજરે પડ્યો હતો. બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી જાણવા મળ્યું કે આ શખ્સ નાનકસિંગ ઉર્ફે ઈન્દરસિંગ ચાવલા (રહે. રાજગઢ, મધ્યપ્રદેશ) છે. ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે ધ્રોલના લતીપુર રોડ પર વાગુળીયા પુલ પાસેથી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ₹3,50,000નો સોનાનો હાર, ₹40,000નું સોનાનું પેન્ડલ, ₹30,000ના ચાંદીના સાંકળા, ₹32,000નો ચાંદીનો કેળ કંદોરો તથા કડુ અને ₹5,000નો ઓપો કંપનીનો મોબાઈલ કબજે કર્યો છે. આમ, કુલ ₹4,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી નાનકસિંગ ચાવલા અગાઉ મધ્યપ્રદેશના રતલામ, ખરગોન અને જાંબવા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કામગીરીમાં LCBના PSI એમ.વી. ભાટીયા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, અજય વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુમિત શિયાર સહિતનો સ્ટાફ જોડાયો હતો. ધ્રોલ પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રઘુવંશી સમાજ બોક્સ ટુર્નામેન્ટ યોજશે:યુવાનોને વ્યસનમુક્ત રાખવા, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો હેતુ
    Next Article
    150 women with sticks, beer bottles smashed: How liquor shop protest in UP’s Pilibhit turned violent

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment