Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:ફુરસદ ગામમાં આરોપીએ પોલીસ પર બંદૂક તાણી તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી

    22 hours ago

    સુરતની SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા, સ્વબચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારના ફૂરસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓ સાથે કન્યાસી ગામે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી લૂંટ કેસમાં ઝડપાયેલો આરોપી શુભમ અને વિકાસ હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે, ત્યારે આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસના ભાગરૂપે આરોપીઓને લઈ સુરત જિલ્લાના કન્યાસી ગામે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન આરોપી શુભમે કબૂલાત કરી હતી કે, લૂંટમાં ઉપોયગમાં લેવાયેલી પિસ્તોલ અને મોબાઈલ તેઓએ ગામની નજીક આવેલા ખેતર પાસે છૂપાવ્યા હતા. આ સ્થળની ઓળખ કરવા માટે જ્યારે પોલીસની ટીમ તેમને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આરોપી શુભમે અચાનક હુમલો કરતા પોલીસે પગમાં ગોળી મારી પોલીસ જ્યારે ખાડી નજીકથી પિસ્તોલ અને મોબાઈલ રિકવર કરી રહી હતી તે સમયે તકનો લાભ લઈ આરોપી શુભમે અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર રાઉન્ડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઓચિંતા હુમલાથી પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને સ્વબચાવમાં ACP કિરણ મોદીએ વળતો ગોળીબાર કર્યો હતો. ACPએ આરોપીના પગના ભાગે ગોળી મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. કુંદને બિહારની જેલમાંથી સુરતની SBIમાં 50 લાખની લૂંટ કરાવી ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછામાં આવેલી SBI બેંકમાં 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી 50 લાખની લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી હતી. કુંદન જેલમાં હોવા છતાં એક ખાસ એપના માધ્યમથી તે લૂંટારુઓને સૂચનાઓ આપતો હતો. 10 બેંકની બ્રાન્ચની રેકી કરી, ચૂંટણીનો સમય પસંદ કર્યો લૂંટારુઓએ સુરતની અંદાજે 10 બેંક શાખાઓની રેકી કરી હતી, જેમાં વરાછાની SBI શાખા પસંદ કરી. તેનું કારણ એ હતું કે ત્યાં મેટ્રો કન્સ્ટ્રક્શનના કારણે ટ્રાફિક ઓછો રહેતો હતો. લૂંટ માટે સુરત મનપાની ચૂંટણીનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. ચૂંટણીના બીજા દિવસે જ્યારે પોલીસ ફોર્સ ફિલ્ડ પર ઓછી હોય, તે જ દિવસે લૂંટને અંજામ આપી તેઓ ભાગી છૂટ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાતમાં AAPના મોટાભાગના લોકો ભાજપમાં મર્જ થઈ જશે':ચૂંટણીમાં પોલીસ ભાજપનો ખેસ પહેરીને કામ કરતી જોવા મળી:અમિત ચાવડા, કોંગ્રેસની હારનું રાજકોટમાં 'પોસ્ટમોર્ટમ'
    Next Article
    સખી વન સ્ટોપ સેન્ટરની માનવતા:પોરબંદરની વિખૂટી પડેલી મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન, બીજા લગ્ન બાદ પતિની ગેરવર્તણૂકથી હતાશ થઈને ઘરેથી નીકળી ગઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment