Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સખી વન સ્ટોપ સેન્ટરની માનવતા:પોરબંદરની વિખૂટી પડેલી મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન, બીજા લગ્ન બાદ પતિની ગેરવર્તણૂકથી હતાશ થઈને ઘરેથી નીકળી ગઈ હતી

    20 hours ago

    મહેસાણા જિલ્લામાં કાર્યરત ‘સખી’ વન સ્ટોપ સેન્ટરે ફરી એકવાર માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનસિક તણાવને કારણે પોરબંદરથી ભૂલથી મહેસાણા આવી ચઢેલી એક મહિલાને શોધી, તેના પરિવાર સાથે મિલન કરાવીને સેન્ટરે પોતાની સાર્થકતા સાબિત કરી છે. વર્ષો બાદ વિખૂટા પડેલા સ્વજનને પરત મેળવતા જ પરિવારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની સતર્કતા અને સેન્ટરનો આશરો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ, મહેસાણા કલેક્ટર અને જિલ્લા મહિલા બાળ અધિકારીના માર્ગદર્શનમાં આ સેન્ટર 24 કલાક કાર્યરત છે. પોરબંદરના શહેરી વિસ્તારની એક મહિલા માનસિક અસ્વસ્થતાને કારણે રસ્તો ભૂલીને મહેસાણા આવી પહોંચી હતી. પોતાની ઓળખ આપવામાં અસમર્થ એવી આ મહિલાની સુરક્ષાને ધ્યાને રાખી મહેસાણા પોલીસે તેને ‘સખી’ સેન્ટરને સોંપી હતી. ટીમનો અવિરત પ્રયાસ અને કાઉન્સેલિંગ સેન્ટરના સંચાલક પુષ્પાબેન ચૌહાણ અને તેમની ટીમ દ્વારા મહિલાને જરૂરી તબીબી સારવાર અને પ્રેમભર્યું કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં પોરબંદર વહીવટી તંત્ર સાથેના સંપર્કમાં સફળતા ન મળી, છતાં ટીમે હાર માન્યા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. વારંવારના કાઉન્સેલિંગના અંતે મહિલાએ પોતાનું નામ જણાવતા, સેન્ટરની ટીમ તેને રૂબરૂ પોરબંદર લઈ ગઈ હતી, જ્યાં સ્થાનિક તપાસ દ્વારા આખરે તેના પરિવારનો પતો મળ્યો હતો. દુઃખદ ભૂતકાળ અને સુખદ અંત પરિવારના જણાવ્યા અનુસાર, મહિલાના પ્રથમ લગ્ન બાદ પતિના ત્રાસ અને દીકરીને છીનવી લઈને અપાયેલા છૂટાછેડાને કારણે તેની માનસિક સ્થિતિ બગડી હતી. બીજા લગ્ન બાદ પણ પતિના બિનજવાબદાર વર્તનને કારણે તે હતાશ થઈને ઘરેથી નીકળી ગઈ હતી. દીકરીને સહી-સલામત પરત મેળવીને ગદગદિત થયેલા માતા અને પરિવારજનોએ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ‘સખી’ સેન્ટરની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:ફુરસદ ગામમાં આરોપીએ પોલીસ પર બંદૂક તાણી તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી
    Next Article
    ​જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં નહાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો ડૂબ્યા:એકનો મૃતદેહ મળ્યો, બેની શોધખોળ જારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment