Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:ફુરસદ ગામમાં આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરતાં પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી

    11 hours ago

    સુરતની SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા, સ્વબચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારના ફૂરસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી શુભમે લૂંટ સમયે જે ગનનો ઉપોયગ કર્યો હતો તે ગન જે સ્થળે છુપાવી હતી તે લેવા ગયા હતા. આ જ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે એસીપી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શુભમને પગમાં ગોળી મારી હતી. આરોપીને હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'નાગિન' ફેમ ગુજ્જુ સ્ટાર આશકા ગોરાડિયા બીજીવાર મમ્મી બની:40 વર્ષની ઉંમરે દીકરાને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર સુંદર તસવીર શેર કરી
    Next Article
    યુપીનો યુવક ગાંજા સાથે પકડાયો:​જૂનાગઢ એસ.ઓ.જી.એ રેલવે સ્ટેશન સામેથી ઉત્તર પ્રદેશના શખ્સને 5.900 કિલો ગાંજા સાથે દબોચ્યો; 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નશીલા પદાર્થોનું નેટવર્ક તોડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment