Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીનો યુવક ગાંજા સાથે પકડાયો:​જૂનાગઢ એસ.ઓ.જી.એ રેલવે સ્ટેશન સામેથી ઉત્તર પ્રદેશના શખ્સને 5.900 કિલો ગાંજા સાથે દબોચ્યો; 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નશીલા પદાર્થોનું નેટવર્ક તોડ્યું

    12 hours ago

    જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમે રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવી ઉત્તર પ્રદેશના 21 વર્ષીય યુવક શિવમ બિન્દને 5.900 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં અન્ય સ્થાનિક શખ્સોની સંડોવણી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશમાં એસ.ઓ.જી. ને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે રેલવે સ્ટેશન સામેના સરદાર પટેલ ગેટ પાસેથી ઉત્તર પ્રદેશના એક પરપ્રાંતીય શખ્સને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસે કુલ 3,05,580 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ​આ સફળ કામગીરીની વિગતો મુજબ, પોલીસ ટીમ જિલ્લામાં એન.ડી.પી.એસ. ને લગતી પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના મનવાપુરનો રહેવાસી અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતો શિવમ બિન્દ નામનો યુવક ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે. બાતમી મુજબ આ શખ્સ જૂનાગઢના જમાલવાડી વિસ્તારમાં રહેતા સરફરાજ અબુ કુરેશી નામના શખ્સને આ જથ્થો વેચવા માટે રેલવે સ્ટેશન સામેના સરદાર ગેટ પાસે આવવાનો હતો. ​ચોક્કસ બાતમી મળતા જ પોલીસની ટીમે સાંજના સમયે સરદાર પટેલ ગેટ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન રેલવે સ્ટેશન તરફથી હાથમાં ગ્રીન કલરનો થેલો લઈને એક શખ્સ આવતો જણાયો હતો અને તે ગેટની અંદર દિવાલ પાસે ઉભો રહ્યો હતો. બાતમી મુજબના વર્ણન ધરાવતા આ ઈસમને પોલીસે તુરંત જ કોર્ડન કરી રાઉન્ડઅપ કર્યો હતો. પોલીસે તેની તલાશી લેતા થેલામાંથી 5.900 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. આ નશીલા પદાર્થની બજાર કિંમત 2,95,000 રૂપિયા અંકાય રહી છે. પોલીસે પાસ-પરમિટ વગરના આ ગેરકાયદેસર જથ્થા સાથે 21 વર્ષીય આરોપી શિવમ રમેશ બિન્દની ધરપકડ કરી છે. ​પોલીસે ઘટનાસ્થળેથી ગાંજા ઉપરાંત 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 3,05,580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સેફુ નામના એક અન્ય શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ પકડાયેલ નથી અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોટો જથ્થો ઉત્તર પ્રદેશથી જૂનાગઢ સુધી કેવી રીતે લાવવામાં આવ્યો અને આ નેટવર્કમા અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. ​આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળતા બાદ જૂનાગઢ જિલ્લા પોલીસે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના સેવનથી દૂર રહેવા અને ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવામાં સહયોગ આપવા માટે જાહેર અપીલ પણ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:ફુરસદ ગામમાં આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરતાં પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી
    Next Article
    રાજકોટનાં બર્ગર કિંગમાં લોકોના આરોગ્ય સાથે ચેડા !:મહાપાલિકાનાં ફૂડ વિભાગનાં દરોડામાં એક્સપાયરી ડેટ વીતેલું 72લીટર દૂધ ઝડપાતા રૂ.10 હજાર દંડ વસુલાયો, 'પાંડેજી પાર્સલ'માંથી વાસી બ્રેડનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment