Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:છેલ્લા 40 વર્ષથી સમરસ ગ્રામ પંચાયત, બાવળવાવમાં એકતાની પરંપરા

    11 hours ago

    પોરબંદર તાલુકાના બરડા ડુંગર વિસ્તારની નજીક આવેલા બાવળવાવ ગામે છેલ્લા 40 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ થવાની પરંપરા જાળવી રાખી છે. ગામના લોકો વચ્ચેની એકતા, પરસ્પર સહકાર અને સામૂહિક ભાવનાને કારણે બાવળવાવ ગામની આગવી ઓળખ ઊભી થઈ છે. રાજા-રજવાડાના સમયથી બાવળવાવ નામ ધરાવતા આ ગામમાં પરંપરા અને આધુનિક સુવિધાઓનો સમન્વય જોવા મળે છે. બાવળવાવ ગામની હદમાં સિંહજર નેસ આવેલો છે. ભૂતકાળમાં આ વિસ્તારને સિંહોની જગ્યા તરીકે ઓળખવામાં આવતો હતો. દરમિયાન અહીં સિંહોની અવરજવર રહેતી હોવાથી આ સ્થળનું નામ સિંહજર નેસ પડ્યું હોવાનું સ્થાનિક ઇતિહાસ સાથે જોડાયેલી માન્યતા છે. બરડાના જંગલ વિસ્તારની નજીક અને રોડ ટચ આવેલું આ ગામ પ્રકૃતિના સાનિધ્યમાં વસેલું છે. આસપાસનો જંગલ વિસ્તાર ગામની કુદરતી સુંદરતામાં વધારો કરે છે. ગામમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 17થી 18 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી ગામમાં થતી અવરજવર પર નજર રાખવામાં મદદ મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ ગામની જાગૃતિ દર્શાવે છે. જ્યારે ગામમાં સારી સુવિધાઓ ધરાવતી શાળા કાર્યરત છે. શાળા માટે દેવાભાઈ પુંજાભાઈ ખિસ્તરીયા અને નંદલાલ શામજીભાઈ મોઢાએ જમીન દાનમાં આપી હતી. દાતાઓના આ યોગદાનથી ગામમાં શિક્ષણની સુવિધા ઊભી કરવામાં મહત્વપૂર્ણ મદદ મળી છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગ્રામજનો હળીમળીને રહે છે અને વિવિધ તહેવારોની સામૂહિક ઉજવણી કરે છે. ગામનાં મંદિરો આસ્થાનાં કેન્દ્રો છે. અહીં બારપોરા પાઠ, રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આમ, સમરસતાની પરંપરા, શિક્ષણ, સુરક્ષા અને ધાર્મિક સંસ્કૃતિના સંગમથી બાવળવાવ ગામ પોતાની આગવી ઓળખ જાળવી રહ્યું છે. પોરબંદર તાલુકાનાં બાવળવાવ ગામમાં શું-શું સુવિધા આવેલી છે? પોરબંદર તાલુકાના બાવળવાવ ગામમાં ડામરથી મઢેલ રોડ તેમજ શેરીઓમાં પેવર બ્લોક પાથરવામાં આવેલ છે. ગામમાં સ્ટ્રીટલાઇટો છે અને સીસીટીવી કેમેરા લગાવેલ છે. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા છે. સારી સુવિધા ધરાવતી શાળા છે અને આંગણવાડી આવેલ છે. હજુ ગામનો વધુ વિકાસ કરવામાં આવશે. > કીર્તિબેન હમીરભાઇ ખિસ્તરીયા, સરપંચ, બાવળવાવ ગામ
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીયમંત્રીની ઉપસ્થિતિમાં દિશા સમિતિની બેઠક યોજાઇ:વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય, શાળાઓની સુવિધાઓ સુદૃઢ કરો
    Next Article
    મંડે પોઝિટીવ:ભાવસિંહજી હોસ્પિટલની નવી પહેલ: લેબોરેટરીના 135 પ્રકારના રિપોર્ટ સીધા વોટ્સએપ ઉપર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment