Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીયમંત્રીની ઉપસ્થિતિમાં દિશા સમિતિની બેઠક યોજાઇ:વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય, શાળાઓની સુવિધાઓ સુદૃઢ કરો

    12 hours ago

    પોરબંદરમાં કેન્દ્રીયમંત્રીની ઉપસ્થિતિમાં દિશા સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં આવાસ, જલ જીવન મિશન અને માર્ગ સહિતના વિકાસકાર્યો ગુણવત્તા સાથે ઝડપથી આટોપી લેવા તંત્રને સૂચના આપવામાં આવી હતી તેમજ શાળાઓની સુવિધાઓ સુદૃઢ કરવા સૂચના અપાઈ હતી. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને વિલા સર્કિટ હાઉસ ખાતે દિશા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ યોજનાઓ માત્ર કાગળ પરની આંકડાકીય સિદ્ધિઓ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તેનો વાસ્તવિક લાભ સામાન્ય માનવીના જીવનમાં સ્પષ્ટપણે જોવા મળવો જોઈએ. શિક્ષણને સમાજના વિકાસનો મૂળ આધાર ગણાવતાં જણાવ્યું હતું કે, જો કોઈ રાજ્યનું શિક્ષણ ખતમ થઈ જાય તો તે રાજ્ય ખતમ થઈ જાય છે, જેથી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, શાળાઓમાં પાયાની સુવિધાઓ સજ્જ કરવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવા તેમણે શિક્ષણ વિભાગને તાકીદ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, ગ્રામ સડક યોજના, આયુષ્માન ભારત તેમજ મહિલા અને બાળ વિકાસ સહિતના પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઘરે નળથી શુદ્ધ જળ પહોંચાડવા પર ભાર જલ જીવન મિશન યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાના દરેક ગામ અને દરેક ઘર સુધી નળ મારફતે શુદ્ધ પીવાનું પાણી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા સંબંધિત ઈજનેરોને તાકીદ કરવામાં આવી હતી. ગ્રામીણ માર્ગોના બાકી રહેલા ડામરકામ અને સમારકામને પ્રાથમિકતા આપી ઝડપથી પૂરું કરવા સૂચના અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદી સુધારણા ઝુંબેશની માહિતી અપાઈ:નવરાત્રિ મહોત્સવોમાં સ્વીપ ટીમ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંગે માહિતગાર કરાયા
    Next Article
    ગામ ગામની વાત:છેલ્લા 40 વર્ષથી સમરસ ગ્રામ પંચાયત, બાવળવાવમાં એકતાની પરંપરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment